Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

શહેર ભાજપ રમત ગમત સેલ દ્વારા ‘‘સાંસદ ખેલ સ્‍પર્ધા''નો પ્રારંભઃ રપ૦થી વધુ ખેલાડીની હિસ્‍સેદારી

રાજકોટઃ શહેર ભાજપ રમત-ગમત સેલના સંયોજક કૌશીક અઢીયા અને પ્રદેશ ભાજપ રમતગમત સેલના સંયોજક જયદીપસિંહ સરવૈયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી યુવાનોનોને રમત-ગમત અને ખેલદીલી પ્રત્‍યેહંમેશા પ્રોત્‍સાહીત કરતા રહ્યા છે. ત્‍યારે દેશમાં વિવિધ રમત-ગમતને લોકપ્રિય બનાવવા માટે અને વિવિધ રમતોના પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્‍સાહિત કરવા માટે સાંસદોને પોત-પોતનાના સંદીય મતક્ષેત્રમાં ‘સાંસદ ખેલ સ્‍પર્ધા'નું આયોજન કરવાનું આહવાન કરેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ રમત-ગમત સેલ દ્વારા ‘સાંસદ ખેલ સ્‍પર્ધા'નું આયોજન કરવામાં આવેલ છે. શહેરના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના નેતૃત્‍વમાં ‘સાંસદ ખેલ સ્‍પર્ધા' હેઠળ વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે કરાટે સ્‍પર્ધા, તેમજ વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ, રેસકોર્ષ સ્‍પોર્ટ સંકુલ ખાતે કબડ્ડી સ્‍પર્ધા સંપન્‍ન થઇ હતી. તેમજ આવતીકાલે તા. ૧૪ મંગળવારે સાંજે ૪-૩૦ કલાકે ડો. ડાયાભાઇ કાનજીભાઇ ઉકાણી સ્‍વીમીંગ પુલ, બાલાજી હોલ પાછળ, ૧પ૦ ફુટ રોડ, સ્‍વીમીંગ સ્‍પર્ધા તેમજ તા. ૧પ બુધવારે સવારે ૭ રેસકોર્ષ વ્‍યાયામ શાળા ખાતે ડેડલિફટ સ્‍પર્ધા, સવારે ૯ કલાકે વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે સૂર્ય નમસ્‍કમાર, તેમજ સાંજે પ બાલભવન ખાતે સાંજે સ્‍કેટીંગ સ્‍પર્ધા યોજાશે. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ રામભાઇ મોકરીયાએ જણાવેલ કે, આ રમતગમતોના માધ્‍યમથી શહેરમાં ભાવિ રમતવીરો તૈયાર થશે અને ખેલદીલીને પ્રોત્‍સાહન મળશે ત્‍યારે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ‘સાંસદ ખેલ સ્‍પર્ધા'નું આયોજન કરી બાળકોને તંદુરસ્‍ત બનાવી ‘સ્‍વસ્‍થ ભારતનું નિર્માણ' થશે. આ સાંસદ ખેલ સ્‍પર્ધાનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, મહામંત્રી કીશોર રાઠોડ સહિતનાઓના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ તકે ડો. દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, પૃથ્‍વીસિંહ વાળા, કૌશીક અઢીયા, જયદીપસિંહ સરવૈયા, સુરેશ રૈયાણી, હેમુભાઇ પરમાર, હરેશ જોષી, જયંત ઠાકર સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કૌશીક અઢીયા, જયદીપસિંહ સરવૈયા, જયભાઇ ચૌહાણ, હેમાંશુ મહેતા, માર્વિક ત્રિવેદી, મયંક ત્રિવેદી, મયુર ટોળીયા, કેયુર રાજયગુરૂ, સિધ્‍ધાર્થ વ્‍યાસ, ભરતસિંહ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ ખેલ સ્‍પર્ધામાં ર૦૦ થી રપ૦ સ્‍પર્ધકો ભાગ લઇ રહ્યા છે.

(4:33 pm IST)