Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

શ્રી કૃષ્ણાગિરી તીર્થનો ૨૦ મો ધ્વજા મહોત્સવ ભવ્યતાથી સંપન્નઃ દેશભરમાંથી ભાવિકોએ દિવ્ય અનુભૂતિ કરી

રાષ્ટ્રસંત યતિવર્ય પૂ.ડો.વસંતગુરૂજીની પાવન નિશ્રામાં : દરરોજ માતા પદ્માવતિજીની મહાઆરતી સહિત વિવિધ અનુષ્ઠાનો યોજાયેલ : ભકિતરસની રમઝટ બોલી

રાજકોટ,તા. ૧૪ : તામિલનાડુના શ્રી કૃષ્ણાગિરી તીર્થનો ૨૦મો ધ્વજારોહણ દિવસ રાષ્ટ્રસંત યતિવર્ય ડો.વસંતવિજયજી મ.સા.ની. પાવન નિશ્રામાં ભાવપૂર્વક ઉજવાયો છે. મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી શ્રાવક-શ્રાવિકોઓ કૃષ્ણાગિરી તીર્થ ખાતે ધ્વજા મહોત્સવમાં સામેલ થયા હતા.

શ્રી કૃષ્ણાગિરી શકિતપીઠાધિપતિ રાષ્ટ્રસંત યતિવર્ય ડો.વસંતવિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં વિવિધ અનુષ્ઠાના યોજાયા હતા. જેમાં તા. ૧૦ના રોજ કુંભ સ્થાપના દિપક સ્થાપન, પાટલા પૂજન, નવગ્રહ પૂજન યોજાયેલ જ્યારે બપોરે શ્રી પાર્શ્વ પદ્માવતી માતાજીનું મહાપૂજન કરવામાં આવેલ.

જ્યારે તા. ૧૧ને શનિવારના રોજ શ્રી કૃષ્ણાગિરી તીર્થ મધ્યે આવેલ ૩૬ જિન મંદિર સહ દેવકુલીકાઓમાં ૧૮ અભિષેક મહાવિધાન યોજાયુ હતું. ભાવિકો અહોભાવથી અનુષ્ઠાનમાં જોડાયા હતા. દરરોજ રાત્રે માતા પદ્માવતિજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી.

ધ્વજામહોત્સવના મુખ્ય દિવસ રવિવારના રોજ પૂ.વસંતગુરૂજી પાવન નિશ્રામાં સ્નાત્ર મહોત્સવન તથા સત્તરભેદી મહાપૂજન યોજાયુ હતું. બપોરે વિજય મુર્હૂતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. જ્યારે બપોરે ૨ કલાકે ૧૦૮ બૃહદ શાંતિસ્નાત્ર મહાપુજન યોજાયેલ.

મહોત્સવ દરમિયાન દેશભરમાંથી આવેલ ભાવિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રિ દિવસીય મહોત્સવ દરમિયાન જાણીતા કલાકારો-સંગીતકારો દ્વારા ભકિતરસ પીરસાયો હતો.

(5:05 pm IST)