Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ટી-ર૦ મેચમાં પોલીસનું અભેદ સુરક્ષા ચક્ર

તમામ પ્રેક્ષકોની મેટલ ડીટેકટરથી થશે ચકાસણીઃ સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ ઉપરથી પ્રેક્ષકો ઉપર વોચઃ ડીઆઇજીપી સંદીપસિંહ-એસપી જયપાલસિંહ રાઠૌરના માર્ગર્દન હેઠળ ૪૦૦નો પોલીસ કાફલો તૈનાત

રાજકોટ, તા., ૧૪:  આગામી તારીખ ૧૭ જુને રાજકોટની ભાગોળે આવેલ ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્‍ચે રમાનાર આંતરરાષ્‍ટ્રીય ટી-ર૦ ટવેન્‍ટી  ક્રિકેટ મેચ પ્રેક્ષકો શાંતિ અને કોઇ ખલેલ વિના  નિહાળી શકે તે માટે જીલ્લા પોલીસ દ્વારા ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે અઘેદ સુરક્ષાચક્ર ગોઠવમાં આવેલ છે.

ટી-ર૦ ટવેન્‍ટી મેચ પ્રેક્ષકો આનંદ પુર્વક માણી શકે તે માટે સ્‍ટેડીયમાં પાંચ સેકટરમાં પોલીસ બંદોબસતનુેં ૈિવભાગન કરવામોં આવલ છે. દરેક સેકટરમાં એક ડીવાયએસપી , બે આઇ, તથા ૮ પીએસઆઇ અને અન્‍ય પોલીસ સ્‍ટાફ સાથે ખડેપગે રહેશે. ક્રિકેટ સ્‍ટેડીયમમાં અલગ-અલગ દ્વાર પર તમામ પ્રેક્ષકોને મેટલ ડીટેકટરથી ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે.

તેમજ ક્રિકેટ સ્‍ટેડીયમમાં ૩૦ વોકી-ટોકી સાથે પોલીસ સ્‍ટાફ ખડે પગે રહેશે. તેમજ સ્‍ટેડીયમમાં જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. અને સીસીટીવી કેમેરા દ્વારા તમામ પેક્ષકો પર વોચ રાખવામાં આવશે. તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે બે મેડીકલ એમ્‍બ્‍યુલન્‍સ તથા બે ફાયર ફાઇટર પણ તૈનાત રહેશે.

મેચ દરમિયાન કાયદોવ્‍યવસ્‍થાનો પ્રશ્ન ઉપસ્‍થિત થાય તો તેના માટે બે એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ પણ તૈનાત કરાયા છે.તેમજ વીવીઆઇપીઓ ની એન્‍ટ્રી માટે બે બગેઝ સ્‍કનરની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

રેન્‍જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા રૂરલ એસપી. જયપાલસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ આ મેચમાં પાંચ ડીવાયએસપી ૧૦ પીઆઇ , ૪૦ પીએસઆઇ, ર૩ર પોલીસ સ્‍ટાફ, ૪૬ ટ્રાફીક પોલીસ , ૬૪ મહિલા પોલીસ, ર બોમ્‍બ સ્‍કોવડની ટીમ ખડે પગે રહેશે. (૪.૧૮)

જિલ્લા પોલીસ દ્વારા મેચ જોવા આવતા ક્રિકેટ રસીકો માટે માર્ગદર્શક સુચના

સ્‍ટેડીયમમાં પાણીની બોટલ, બેગ, ખાવાની વસ્‍તુ તથા મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ

સ્‍ટેડીયમમાંથી ગ્રાઉન્‍ડમાં કોઇ પદાર્થ ફેંકતા પ્રેક્ષકો પકડાશે તો પોલીસ કાર્યવાહી થશે

રાજકોટ, તા. ૧૪ : જીલ્લા પોલીસ દ્વારા ક્રિકેટ મેચ જોવા આવતા લોકો માટે માર્ગદર્શન સુચના જારી કરાઇ છે.

જિલ્લા પોલીસની યાદીમાં જણાવ્‍યા મુજબ મેચના દિવસે પ્રેક્ષકો સ્‍ટેડીયમની અંદર બેગ, ટીફીન, ખાવાની વસ્‍તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરો, વિડીયો કેમેરા, મોબાઇલ ફોન, લાકડી, હથિયાર એવી કોઇપણ વસ્‍તુ અંદર લઇજઇ શકશે નહીં તેમજ સ્‍ટેડીયમમાં પાસે બેસેલ પ્રેક્ષકો સાથે વિનમ્ર વ્‍યવહારો કરવો. પોલીસ ઓફીસરોની સુચનાનું પાલન કરવું, ફકત નિયત કરેલ દરવાજેથી જ પ્રવેશવું, નિયત સ્‍ટેન્‍ડમાં જ બેસવું, તમારા સીટ નંબર ઉપર જ બેસવુ઼, સ્‍ટેડીયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહીં, શંકાસ્‍પદ હિલચાલ, શંકાસ્‍પદ વ્‍યકિત જણાય તેના ઉપર નજર રાખો, કોઇ શંકાસ્‍પદ વસ્‍તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્‍કાલિક નજીકના પોલીસ ઓફિસરોને જાણ કરવી, જો તમારે કોઇ સમસ્‍યા છે તો નજીકના પોલીસ ઓફીસરનો સંપર્ક કરો ટેમ્‍પરરી સ્‍ટેડીયમ પોલીસ ચોકી ખોલવામાં આવેલ છે. જેથી ત્‍યાં જઇ અને તમારી સમસ્‍યા ગભરાયયા વગર પોલીસ ઓફીસરને જણાવી શકો છો તથા કોઇ વ્‍યકિત સ્‍ટેડીયમમાંથી ગ્રાઉન્‍ડમાં કોઇ પદાથૃ ફેંકતા પકડાશે તેના વિરૂધ્‍ધ સખ્‍ત કાર્યવાહી કરવામાં આવશે. (૯.૧૮)

ટી-ર૦ મેચ જોવા આવતા પ્રેક્ષકો માટે ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થા

રાજકોટ : જિલ્લા પોલીસ દ્વારા ટી-ર૦ મેચ જોવા આવતા પ્રેક્ષકો માટે  ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થા જાહેર કરાઇ છે જે નીચે મુજબ છે.

(૧)    તમારા વાહનો રોડની ડાબી તરફ રાખેલ પાર્કિંગ સ્‍થળે પાર્ક કરો.

(ર)    ટ્રાફિક નિયમમનું ઉલ્લંધન, રોંગ સાઇડ, અનિયમિત ડ્રાઇવીંગ કરતા મળી આવશે તેના વિરૂધ્‍ધ સખ્‍ત  કાર્યવાહી કરવામાં આવશે.

(૩) ટ્રાફિક પોલીસની સુચનાનું પાલન કરવું.

(૪) રોડ ઉપર પાર્કિગ ન કરવું, વાહન વ્‍યવસ્‍થિત પાર્કિંગ કરવા આડેઘડ વાહન પાર્ક કરવાથી રોડ બ્‍લોક થઇ શકે છે.

(પ)  વાહનો ફકત નિયત પાર્કિંગ સ્‍થળે જ પાર્ક કરવા.

(૬)    આડેઘડ પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરી લેવામાં આવશે.

(૭)    તમારા વાહન બરાબર લોક કરેલ છે. ખાત્રી કરવી. વાહનોમાં કોઇ ચીજ અસુરક્ષિત ન રાખવી.

(૮)કલેકટરશ્રી, રાજકોટનાઓની કચેરીના જાહેરનામા ક્રમાંક : જે/એમએજી/ક્રિકેટ/ફા.નં. ૮ર/ર૦રર તા. ૧૩-૦૬-ર૦રર અન્‍વયે બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવાની રહેશે.

(5:06 pm IST)