Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વીજ ખાતામાં કર્મચારી-અધિકારીના વારસદારને નોકરી આપવાની જોગવાઇ રદ્ કરવાની હિલચાલ સામે સંકલન સમિતિની નોટીસ

ઉર્જા વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીને નોટીસ અપાઇઃ ગંભીર નોંધ લેવા અપીલ... : જો જીએસઓ-ર૯પ રદ્દ થશે તો ૪પ હજાર કર્મચારીઓ વીજળી વેગે આંદોલન પર ઉતરી જશે..

રાજકોટ તા. ૧૪ : ગુજરાત ઉર્જાસંયુકત સંકલન સમિતિએ ઉર્જા વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને નોટીસ ફટકારી જણાવ્યું છે કેઔદ્યોગીક વિવાદ ધારાની કલમ ૧૯ (ર) હેઠળ તા.ર૪/૧૦/૧૯૮૧ ના રોજ કરવામાં આવેલ સમાધાનની કલમ ૩૭(અ) મુજબ થયેલ ર (પી) કરાર અન્વયે કંપની દ્વારા પ્રસિધ્ધ કરેલ જીએસઓ-ર૯પ તા.૧૯/૧ર/૧૯૮૧ ના અનુસંધાને ઉર્જા વિભાગ હેઠળની કંપનીમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓ-અધિકારીઓને ફરજ દરમ્યાન અકસ્માતથી અથવા કુદરતી આપત્તિઓમાં ફરજો દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારી અધિકારીના વારસદારને રહેમરાહે નોકરી આપવા સબબ થયેલ ર (પી) કરારનો ભંગ કરવા ચાલી રહેલ હિલચાલ સામે રજુઆતો કરી છે.

નોટીસમાં ઉમેરાયું છે કે, તત્કાલીકન ગુજરાત વિદ્યુત બોર્ડ અને તેના સમયના માન્ય યૂનિયનનો વચ્ચે તા.ર૪/૧૦/૧૯૮૧ ના તત્કાલીક ગુજરાત વિદ્યુત બોર્ડ અને તેના તે સમયના માન્ય યુનિયનો વચ્ચે તા.ર૪/૧૦/૧૯૮૧ ના રોજ પગાર-ધોરણો અને અન્ય માગણીઓ અંગે ઔદ્યોગીક વિવાદ ધારાની કલમ ૧૯(ર) હેઠળ ર (પી) કરારથી સમાધાન કરવામાં આવેલ સદર સમાધાનની કલમ ૩૭ (એ) અન્વયે ઉર્જા વિભાગ હેઠળની કંપનીમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓ અધિકારીઓને ફરજ દરમ્યાન અકસ્માતથી અથવા કુદરતી આપત્તિઓમાં ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારી અધિકારીના વારસદાને રહેમરાહે નોકરીમાં લેવા બાબતે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવેલ છે.

બોર્ડનો કર્મચારી નોકરી દરમ્યાન મૃત્યુ પામે અને તેના કુટુંબમાં કોઇ કમાનાર ન હોય તો તેવા કર્મચારીના અક કુટુંબીજનને તેની લાયકાત મુજબની બોર્ડની નોકરીમાં લેવામાં આવશે. ભરતી માટેની ગુરૂત્તમ વય મર્યાદામાં ૪૦ વર્ષ સુધીની રહેેશે.

સદર સમાધાનના અનુસંધાને તત્કાલીન ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા જી.એસ.ઓ. ર૯પ તા.૧૯/૧ર/૧૯૮૧ પ્રસિધ્ધ કરવામાં આવેલ અને સદર સમાધાનની ઉકત જોગવાઇને અમલમાં મુકવામાં આવેલ.

વધુમાં, આપ મેડમશ્રીનું ધ્યાન દોરવાનું કે તત્કાલીન ગુજરાત વિદ્યુત બોર્ડ, રાજ્ય સરકારશ્રીના પ્રતિનિધિ અને તે સમયના બોર્ડમાં માન્ય યુનિયન/ એસોસીએશન વચ્ચે ઇન્ડિયન ઇલેકિટ્રસિટી એકટ -૨૦૦૩ મુજબ ગુજરાત વિદ્યુતલ બોર્ડના વિઘટનથી બનેલ સાતેય કંપનીઓના સમાધાન સને -૨૦૦૩માં કરેલ જેમાં કર્મચારી અને અધિકારીશ્રીના તમામ બોર્ડ સમયના લાભો અને કરારો યથાવત રાખવાનું કલમ ૬ (૩) થી અને તેને સંલગ્ન કલમોથી સ્પષ્ટ જણાવેલ છે. સદર કરેલ સમાધાનમાં રાજ્ય સરકાર અને હાલની જીયુવીએનએલ કંપની (તત્કાલીન ગુજરાત વિદ્યુત બોર્ડ) સ્પષ્ટ પણે ભાગીદાર અને સાક્ષી હોય વારંવાર રાજ્ય સરકારશ્રી અને ઉર્જા વિભાગ દ્વારા કંપનીના પ્રસ્થાપિત નીતિ-નિયમોના એક તરફી સત્ય હકીકતો જાણ્યા સિવાય જ ઉલ્લંઘન કરતાં પાત્રો આપવા જે ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ ૧૯ (૨) અન્વયે કરેલ ૨ (પી) કરાર તા. ૨૪/૧૦/૧૯૮૧ ની કલમ ૩૭ (અ) અને સને -૨૦૦૩ માં કરવામાં આવેલ ત્રિપક્ષીય કરારનો ભંગ કરવામાં પરિણામે છે જે ગંભીર ગુનાહિત પ્રવૃતિ ગણી શકાય..

તદુપરાંત આપ મેડમશ્રી સમક્ષ કંપની અને કર્મચારીઓના હિતમાં રજુઆત કરવાની કે તાજેતરમાં જેટકો કંપનીમાં જી.એસ.ઓ. ૨૯૫ અન્વયે ચોથા વર્ગના પટાવાળા (પ્યુન)ની કેડર માટે અપાયેલ મંજુરીના કેસો ઘણા લાંબા સમયથી પડતર છે અને હાલમાં ડિસ્કોમ કંપનીઓના સ/ડી ડિવિઝન સર્કલ તથા અન્ય ઓફિસો તેમજ જેટકો કંપનીના નવીન મંજૂર કરાયેલ ડિવિઝનો અને સ/ડી. કચેરીઓ તેમજ જીએસઇસીએલ ખાતે પણ મંજૂર કરતાં પટાવાળાની પોષ્ટ કોન્ટ્રાકટથી લેવાની કલમ રાખવામાં આવેલ છે. જે કલમને તાત્કાલીક અસરથી રદ કરી તમામ રદ કરેલ પ્યુનની પોષ્ટો રીવ્યુ કરી ફરીથી આપવા જણાવવામાં આવે છે. તેમજ નવિન મંજુર કરવામાં આવનાર કચેરીઓમાં પ્યુનની પોષ્ટો રીવ્યુ કરી ફરીથી આપવા જણાવવામાં આવે છે. જેથી ડિસ્કોમ કંપની તથા જેટલો તેમજ જીએસઇસીએલ કંપનીઓ જી.એસ.ઓ. ૨૯૫ હેઠળ પટવાળાની કેડરમાં મંજૂરી આપેલ કેસોને નોકરીનો લાભ મળી શકે જે હેતુ સહ સદર પટાવાળા કેડરની જગ્યાઓ ભરવા સુચના અપાવી.

આથી, જીયુવીએનએલ અને તેને સંલગ્ન તાબાની કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારી/ અધિકારીઓ (ટેક+ નોન ટેક.)જેઓનું ફરજ દરમ્યાન મૃત્યુ થવાથી રહેમરાહે વારસદારોને નોકરી આપવા સબબ ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ ૧૯ (૨) હેઠળ તત્કાલીન ગુજરાત વિદ્યુત બોર્ડ અને તે સમયના માન્ય યુનિયન વચ્ચે તા. ૨૪/૧૦/૧૯૮૧ ના રોજ ૨ (પી) કરારની કલમ ૩૭(અ) મુજબ જી.એસ.ઓફ ૨૯૫ તા. ૧૯/૧૨/૧૯૮૧ ની કલમ (૯) નો એક તરફથી ભંગ કરી જી.એસ.ઓ. ૨૯૫ બંધ કરવા અથવા અન્ય કોઇ પણ પ્રકારનો ચેડા કરવા પ્રયાસ થશે તો સંકલન સમિતિ હેઠળના બંને યુનિયન/એસોસીએશન એજીવીકે.એસ અને જીબીઆના કુલ ૪૫,૦૦૦ જેટલા કર્મચારીઓ/ અધિકારીશ્રીઓ આપતિના સમયે અલગથી નોટિસ અને કાર્યક્રમની રૂપરેખા સાથે આંદોલનનો માર્ગ અપનાવતા સહેજ પણ અચકાશે નહીં તેમજ ઉકત કલમોના ભંગનો કેસ કરવાની દુઃખદ ગંભીર ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશોે આ નોટીસ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના બી.એમ.શાહ અને શ્રી બળદેવભાઇ પટેલે આપી છે.

(5:07 pm IST)