Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ક્રેડીટ સોસાયટીમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા

રાજકોટ, તા.૧૪: અત્રે ધી ડીવાઇન ક્રેડીટ ક્રો-ઓ.સોસાયટી લી.ના લોની મધુબેન શૈલેષભાઇ બાબાને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા અને ચેકની રકમ રૂા.૫૮,૯૩૫ વળતર ચુકવવા હુકમ કોર્ટે કર્યો હતો.

અત્રે રાજકોટની ધી ડીવાઇન ક્રેડીટ કો-ઓ.સોસાયટી લી.‘ઇલોરા કોમ્‍પલેક્ષ' શોપ નં.૨, રાજ પેલેસ સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટવાળા ઉપરોકત સરનામે શરાફી મંડળી ચલાવે છે અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છે. સભ્‍ય દરજજે આરોપી મધુબેન શૈલેષભાઇ બાંબા, એ ફરીયાદી મંડળીમાંથી લોન નં.એ.૩૯૭ તા.૧૨-૨-૨૦૧૬ના રોજ રૂા.૭૫,૦૦૦/ અંકે રૂપિયા પીચોતેર હજાર પુરાની લોન - ધિરાણ પેટે લીધે છે આરોપીએ સદરહું લોનના ચડત હપ્‍તાની રકમ ચુકવવા માટે ફરીયાદી મંડળીને બેંક ઓફ બરોડા, કાલાવડ રોડ શાખા રાજકોટનો ખાતાનો ચેક રૂા.૫૮,૯૩૫/નો આપેલ ફરીયાદી મંડળીએ સદરહું ચેક પોતાના ખાતામાં રજુ કરતા સદરહું ચેક તા.૨૩-૧-૨૦૧૯ રોજ ‘ફન્‍ડસ ઇન્‍સફીસન્‍ટ' ના શેરા સાથે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ આરોપીને નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતા આરોપીએ ફરીયાદી મંડળીની લેણી રકમ ચુકવેલ નહીં. જેથી ફરીયાદીએ રાજકોટના ચીફ.જયુડીની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ ચાલી જતા આ કામે ફરીયાદી દ્વારા આરોપીને લોન અવેજ ચુકવી આપેલની હકીકત સાબીત થયેલ છે. જે ફરીયાદપક્ષે પુરવાર કરેલ છે. આમ ફરીયાદીએ પોતાની પ્રાઇમ ડયુટી બજાવેલ છે અને કાયદેસરનું લેણું બાકી નીકળે છે તે સાબીત કરેલ છે અને તે પરત કરવા આરોપીએ સદરહું વાદગ્રસ્‍ત ચેક આપેલ છે. જેનુ આરોપી તરફે ખંડન કરેલ નથી. આમ, ફરીયાદીના વકીલશ્રીએ કેસ ચાલતા સમયે મૌખીક દલીલ કરેલી કે હાલનો આરોપીએ ગંભીર ગુનો કરેલ છે. ચેક રિટર્ન થવાના કિસ્‍સા વધી ગયા છે.

સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય જેથી આરોપીને કાયદા મુજબની મહતમ સજા કરવી જોઇએ અને વળતર અપાવવું જોઇએ. જેથી કોર્ટે હાલના કેસની હકીકતો અને સંજોગો લક્ષમાં લઇએ તો આરોપી પોતે ઠરેલ વ્‍યકિત છે. રૂપિયા લીધા બાદ રકમ સામે ચેક આપવાની ગંભીરતા તેના ખ્‍યાલે હોવી જોઇએ કેસ ચાલતા દરમ્‍યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચુકવવામાં આવેલ નથી. આમ, આરોપીની દાનત ફરીયાદીને રકમ પરત નહી આપવાનું જણાય છે. જેથી ચીફ.જયુડી.મેજી. આ કામના આરોપીને છ માસની સજા તેમ જ રૂા.૫૮,૯૩૫, વળતર પેટે ફરીયાદીને ત્રણ માસમાં ચુકવવા અને વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી ધી ડીવાઇન ક્રેડીટ કો-ઓ.સોસાયટી લી.તરફે રાજકોટના વિદ્વાન ધારાશાસ્‍ત્રી રીતેષ.એસ.કોટેચા રોકાયેલ છે.

(5:08 pm IST)