Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પશુઓના ચરિયાણ - ગૌચર આપણે ઝુંટવી લીધા, ને હવે શહેરમાં આડા ફરે તો નડે છે

તંત્રીશ્રી,

જામનગર શહેરમાં પશુઓને કારણે અકસ્‍માતે એક વ્‍યક્‍તિનું મરણ થયુ છે. એવા સમાચાર જાણવામાં આવ્‍યા છે. એમાં પશુઓનો દોષ નથી. પરંતુ પશુઓ માટે જે ચરિયાણો હતા, ગૌચર હતા તે ઝુંટવી લેવામાં આવ્‍યા. જેના કારણે પશુઓ શહેરમાં આવી જાય છે. જો ધર્મશાષાો પ્રમાણે ગામડામાં તેમજ શહેરમાં ગૌચરોની  રક્ષા થઇ હોત તો પશુધનને ખોરાકની કોઇ ચિંતા ન રહે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષ થયા ગૌચરો ચરિયાણો ઉપર તરાપ મારવામાં આવી છે અને ત્‍યાં ઝેર ઓકતા કારખાના તથા અન્‍ય ચણતર કામો વગેરે થવાને કારણે પશુપાલકો પણ મુશ્‍કેલીમાં મુકાયા છે. ઘણી જગ્‍યાએ વિશાળ ગૌચરો હતા. ત્‍યાં કાં તો હોસ્‍પિટલ કાં તો શૈક્ષણિક સંસ્‍થા, કારખાનાઓ ખડકાઇ ગયા છે. તો હવે પશુઓ કયાં જાય? પાંજરાપોળોમાં આવા જ બધા કારણોસર હજારો પશુઓ દાખલ થયા છે. ઝડપી વાહનો રોજ માણસો તેમજ પશુઓને મારી નાંખે છે. જેની સંખ્‍યામાં હજારોમાં છે. ઘણા લોકોના હાડકા ભાંગે છે અને વિકલાંગ બની જાય છે. આવી બધી ઘટનાઓ અટકાવી શકાતી નથી અને મૂંગા જીવો જે નિર્દોષ છે તેને હેરાન પરેશાન કરવામાં આવે તે ઉચિત નથી. આ વિકાસ નહીં પરંતુ વિનિપાત (વિનાશ) ગણાય. 

- સુમનલાલ છો. કામદાર

વહીવટદાર : રાજકોટ મહાજનની પાંજરાપોળ

(5:08 pm IST)