Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ડો. કથીરીયાની વણથંભી રકતદાન યાત્રા

૧૯૭રમાં પ્રથમ રકતદાન કરેલ : કેન્‍દ્રીયમંત્રી હતા ત્‍યારે રકતદાનની સદી ફટકારેલી

રાજકોટ : ૧૯૭૨ના સપ્‍ટેબરમાં અમદાવાદની એમ.જી.સાયન્‍સ ઇન્‍સ્‍ટીટયુટના ગ્રાઉન્‍ડમાં એન.સી.સી.ના કેડેટ રક્‍તદાન કરી રહ્યા હતા . નવાનવા કોલેજીયન તરીકે પ્રી સાયન્‍સમાં એડમીશન મેળવ્‍યા બાદ કૂતૂહલતા પૂર્વક અમે બે - ચાર મિત્રો  મિત્રો કેમ્‍પ તરફ ગયા . જોયુ તો એન.સી.સી.ના ક્રેડેટ ઉપરાંત અન્‍ય કોલેજીયન યુવાન - યુવતીઓ અને કર્મચારીઓ રક્‍તદાન કરી રહ્યા હતા . રસપૂર્વક રક્‍તદાનની વિધિ જોઇ . રક્‍તદાન બાદ ઉભા થઇને જાણે કશું જ થયું નથી , તેમ ઉભા થઇને ચાલતા થતા રક્‍તદાતાઓને ચા અને કોફી પીવાનો આગ્રહ કરતાં સ્‍વયં સેવકોને જોયા . રક્‍તદાનની જાગળતિ અંગેની પત્રિકા વાંચી તેમાં ફાધર વાલેસના રક્‍તદાન વિષેના વાકયો વાંચ્‍યા . ભારતીય સંસ્‍કળતિમાં ઉછરેલા પુણ્‍ય કમાવાની અપેક્ષા તો રાખતા જ હોય છે , એમાંય વળી વગર પૈસે ! સાયન્‍સના વિદ્યાર્થી હોવાના નાતે રક્‍ત , રક્‍તકણો , બ્‍લડગળપ અને રક્‍ત અંગેની અન્‍ય જાણકારી તો હતી જ . આજે વિશેષ જાણકારી મળી . કશુંય નુકશાન તો નથી જ . ઉલ્‍ટાનું ‘ રક્‍ત ઁ કોઇ વ્‍યક્‍તિનું જીવન બચાવી શકે છે , એ વાત બરાબર દિલ દિમાગમાં ઉતરી ગઇ અને બસ , કશુંય વધારે વિચાર્યાં વગર , હું પણ રક્‍તદાન કરવા સૂઇ ગયો . આ હતું મારું પ્રથમ રક્‍તદાન !

૧૧ મું રક્‍તદાન માન . ગવર્નરશ્રીના હસ્‍તે એવોર્ડ

 આમ પ્રથમ વાર રક્‍તદાન કર્યા બાદ અવારનવાર કયાંક કેમ્‍પમાં કે કોલેજમાં કે રેડીયો ( ત્‍યારે હજુ ટી.વી. આવ્‍યા ન હતા) પર રક્‍તદાનની જાહેરાત સાંભળી રક્‍તદાન કરવાનો સિલસિલો શરૂ થયો . પુણ્‍ય પ્રતાપે મેડીકલમાં એડમીશન મળ્‍યા બાદ અમદાવાદની સિવિલ હોસ્‍પિટલની રેડક્રોસ બ્‍લડ બેંકમાં રક્‍તદાન કરવા જવાનું થતું . જ્‍યારે રક્‍તદાનનો મારો આંકડો ૧૧ ( અગીયાર ) નો થયો ત્‍યારે તે સમયના ગવર્નર શ્રીમતિ શારદા મૂખર્જીના વરદ હસ્‍તે શિલ્‍ડ મળ્‍યો તે સમયે તો આવા શિલ્‍ડનું મહત્‍વ અનેરૂ જ હોયને ? મનોમન ખૂબજ આનંદ અને હર્ષોલ્લાસ અનુભવ્‍યો . સમય જતા સેકન્‍ડ એમ.બી.બી.એસ.માં કલીનીકલ ટર્મ દરમ્‍યાન સિવિલ હોસ્‍પિટલમાં સર્જરીની ટર્મ દેશની પ્રથમ લોકસભાના સ્‍પીકર શ્રીગણેશ વાસુદેવ માવલંકરના સુપુત્ર અને સર્જન ડો . વિષ્‍ણુગણેશ માવલંકરના યુનિટમાં આવી , ડો . વી.જી. માવલંકર સેવાભાવી સંવેદનશીલ સર્જન હોવા ઉપરાંત ગુજરાત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અને ગુજરાતમાં બ્‍લડ બેંક અને રક્‍તદાન પ્રવળત્તિના પ્રણેત્તામાના એક હતા રક્‍તદાનના હિમાયતી એવા ડો . માવલંકર તેમના વોર્ડમાં અભ્‍યાસમાં આવતો દરેક મેડિકલનો વિદ્યાર્થી રક્‍તદાતા  હોવો જોઇએ એવા આગ્રહી પણ હતા અને એટલેજ ટર્મની શરૂઆતના પ્રથમ દિવસે પરિચય સમયે રક્‍તદાન વિષે દરેક વિદ્યાર્થીઓને કેટલી વાર રક્‍તદાન કર્યું છે તે અવશ્‍ય પૂછે.હું પણ મારા વારાની રાહ જોઇ રહ્યો હતો , મનોમન ખૂશ પણ હતો ધારણા મુજબ જેવો મારો વારો આવ્‍યો એટલે ડો . માવલંકરે પૂછયું કે રક્‍તદાન કર્યું છે ? મે જરા રૂઆબભેર જવાબ આપ્‍યો ‘ ‘૧૧ વખત સર ' ' ! તે સમયે ડો . માવલંકર પોતાની ૫૦ વર્ષની આયુષ્‍યમાં ૬પ વાર રક્‍તદાન કરી ચૂકયા હતા ! બસ , આ જાણતા જ મારા અહમનો પારો એકદમ તળીયે !

  રાજકોટમાં રકતદાન પ્રવળત્તિ

નસીબ સંજોગોએ રાજકોટમાં સ્‍થાયી થવાનું થયું . અહીંની સામાજિક ‘ ‘ બ્‍લડ સંસ્‍થાઓ અને સંઘ પરિવારમાં સેવાકીય પ્રવળત્તિઓમાં સક્રીયતાના નાતે રક્‍તદાન પ્રવળત્તિ મારા જીવનનો અંગ બની ગઈ . પછી તો ૫૫ વાર , ૭૫ વાર અને એમ આગળ વધતા ૯૯ વાર સુધી મારી રક્‍તદાનયાત્રા પહોંચી . આ દરમિયાન જીવનમાં પણ ન કલ્‍પેલી સામાજિક , રાજકીય ઉંચાઇ હાંસલ કરી ચૂકયો હતો . રાજકોટ વિસ્‍તારના સાંસદ તરીકે ૩-૩ વાર લોકસભામાં અને કેન્‍દ્રસરકારમાં મંત્રીપદ શોભાવવાનું સદ્‌્‌ભાગ્‍ય માણી રહ્યો હતો. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ , લાયન્‍સ કલબ મેડિકલ એસોસિએશન , એન.એમ.ઓ. કે વસુંધરા ટ્રસ્‍ટ હોય કે સરગમથી માંડી રાજકોટ અને સૌરાષ્‍ટ્રની ૫૦૦ થી વધુ સંસ્‍થાઓ દ્વારા રક્‍તદાન કેમ્‍પના આયોજનમાં પ્રત્‍યક્ષ કે પરોક્ષ સહયોગી બનવાનું , હજારો રક્‍તદાતાઓના પ્રેરણાષાોત બનવાનો લ્‍હાવો મળ્‍યો છે . કયારેક તો ઉત્‍સાહમાં  ૩ માસ પહેલા જ આગળનું રક્‍તદાન કરીને જે તે કેમ્‍પમાં કાર્યકર્તાઓનું મનોબળ વધાર્યાનું યાદ છે . રાજકોટના આંગણે ભવ્‍ય રક્‍તદાન મહોત્‍સવ ઈ.સ. ૨૦૦૨ માં મારા ૯૯ વારના રક્‍તદાન બાદ ૧૦૦ મું સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં સ્‍વૈચ્‍છિક રક્‍તદાન પ્રવળત્તિને વેગવંતી બનાવવા સામાજિક ચેતના પ્રગટાવે એ ઉદ્દેરાથી વિશિષ્ટ રીતે ઉજવવા મેં મિત્રો સમક્ષ વિચાર મુકયો બસ , વિચારની તુરતજ અમલ શરૂ થયો ! રક્‍તદાન મહોત્‍સવ સમિતિની પ્રથમ રક્‍તતુલા જેટલું રક્‍ત એકઠું કરવાનો વિચાર થશો . મેં ૧૦૦૦ બોટલની પ્રસ્‍તાવ મૂકયો. સ્‍વીકારાયો , સમિતિ દ્વારા તારીખ નક્કી થઇ . ૮ - ૯ - ૨૦૦૨ , સ્‍થળ ‘ યોગીધામ કેમ્‍પસ ' , પત્રિકાઓ , મિટિંગ , રક્‍તદાન શા માટે ? વિષય પર ર્ડા . મિત્રોના પ્રવચનો , સામાજિક , સાંસ્‍કળતિક , ધાર્મિક , યુવા સંસ્‍થાઓ , કલબો , સોશ્‍યલ ગ્રુપો , જ્ઞાતિ મંડળો , અરે , ગામડે - ગામડેથી આવકાર , પ્રતિસાદ એટલી મળ્‍યો કે જેમ જેમ દિવસ નજીક આવતો ગયો તેમ તેમ લક્ષ્યાંક ત્રણ હજારને પાર પાડી દેશે એવું વાતાવરણ બન્‍યું હવે આવી પહોંચી એ ઘડી તા . ૮ સપ્‍ટેમ્‍બર , ૨૦૦૨. સવારના ૭:૩૦ કલાકનો સમય હતો , ઉદ્ધાટન અને ત્‍યારબાદ મારા રક્‍તદાનનો . પરંતુ ૭ વાગ્‍યે તો ફોન આવ્‍યો કે ૅ જલ્‍દી આવો ' . અહીં રક્‍તદાન માટે લાઈનો લાગી છે ! એકબાજુ ગુજરાત ભરની ૨૭ બ્‍લડ બેંકોએ વધુમાં વધુ રકત એકઠું કરવા કમર કરી હતી . બીજી બાજુ રક્‍તદાતાઓનો અસ્‍ખલિત પ્રવાહ ! બપોરના ૧.૩૦ વાગ્‍યે બ્‍લડ બેંકોની કેપેસીટી ખલાસ થઇ

  રક્‍ત એકઠું કરવાની બોટલો ખૂટી ગઈ ! ફુલછાબે તો તેના રિપોર્ટમાં લખ્‍યું કે બ્‍લડ બેંકો હાંફી ગઇ ! ' ' કુલ આંકડો પહોંચ્‍યો ૭૬૪૪ ટ્ટ ૨૫૦૦-૩૦૦૦ રક્‍તદાઓને રક્‍તદાન વગર પાછા મોકલવા પડયા અફસોસ સાથે ! એ સમયનું યોગીધામ કેમ્‍પસનું દૃશ્‍ય જ અલૌકિક ભાસતું હતું . કોલેજીયન યુવતીઓથી માંડી મહિલા ગ્રુપી , મુસ્‍લિમ , ખ્રિસ્‍તીથી માંડી દરેક ધર્મ , સંપ્રદાયો ઉભરી રહ્યા હતા . અનેક રાજકીય મહાનુભાવો સંતો - મહંતોની ઉપસ્‍થિતિ અને ખુદ તેમના દ્વારા રક્‍તદાને ' માહોલને ચાર ચાંદ લગાવી દીધા ! અરે ! જોવા આવનારા પણ સ્‍વયં રક્‍તદાન કરવા સૂઈ ગયા ! એક અનોખો માહોલ, અદ્વિતિય પ્રસંગ , અવિસ્‍મરણીય ઘટના.

 રાજયપાલ શ્રી સુંદરસિંહજી ભંડારી ભાવવિભોર થઇ ગયા એક મહાનુભાવ તો બોલી ઉઠયા , ‘ ઁ સામાન્‍ય માન્‍યતા એવી છે કે રાજકારણીઓ લોહી પીવે છે , પરંતુ અહિ તો ડો . કથીરિયાએ ૧૦૦ વાર લોહી આપી અને અનેકને પ્રેરણા આપી અમારી ઇમેજ બદલી નાંખી છે . ઁ ઁ સૌરાષ્‍ટ્રની ધરતી પર આ પ્રકારના પશે ‘ રક્‍તદાન પ્રવળતિ'ની ચેતના જગાવવામાં ઉછાળો લાવીને ઉમદા માનવ સેવાના કાર્યમાં આહુતિ આપવાનું અજોડ કાર્ય કર્યું . તે આ મહોત્‍સવ ની સિદ્ધિ હતી . દિવસો સુધી આ ‘ ‘ મહોત્‍સવ ઙ્ઘ લોકજીભે ચર્ચા - પ્રશંસાનો વિષય બની રહ્યો . રક્‍તદાન અંગે જાગળતિ કેળવવા અને અનેક લોકો સ્‍વૈચ્‍છિક રક્‍તદાન કરવા આગળ આવે તેવો મારો ઉદ્દેશ પાર પડયો એનો પરમ સંતોષ હતો .

 અક્ષરધામ મંદિર દિલ્‍હીમાં ૧૦૮ મું રકતદાન અને મેગા કેમ્‍પ

 આવો , આપણે સૌ રક્‍તદાન પ્રવળતિને આપણો જીવનમંત્ર બનાવીએ ખેર , આજ સુધીમાં ૧૩૦ ના આંકડા સુધી પહોંચી શકયો છું . હજુ તંદુરસ્‍તી એવીને એવી જ છે . આજ સુધી તૌ રક્‍તદાન યાત્રા ઇશ્વરકળપાએ આગળ વધતી રહી છે અને રહેશે એવો વિશ્વાસ છે . ઇશ્વરકળપા , માતાપિતા, સંતો , વડીલોના આશીર્વાદ અને  મિત્રોની શુભકામનાઓ મારા સેવા કાર્યના યજ્ઞમાં સતત બળ આપતી રહી છે સૌનો આ તકે હૃદયપૂર્વક ઋણ સ્‍વીકાર કરું છું .(૯.૧૯)

-ડો.વલ્લભભાઇ કથીરિયા

પૂર્વ અધ્‍યક્ષ , રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ

પૂર્વ મંત્રિશ્રી, ભારત સરકાર,

(5:25 pm IST)