Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સરગમ કલબની કોરોના કાળની સેવાઓને બિરદાવાઇ

લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા કમીટમેન્ટ સર્ટીફીકેટ એનાયત

રાજકોટ : કોરોના કાળમાં દર્દીઓને ઓકસીજનના બાટલા પુરા પાડવાથી લઇને રામનાથપરા મુકિતધામ ખાતે જે સેવા વ્યવસ્થા ગોઠવવાની કુનેહ સરગમ કલબે દાખવી હતી તેની નોંધ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી. આ સેવાની કદરરૂપે કમીટમેન્ટ સર્ટીફીકેટથી સગરમ કલબ અને તેના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાનું સન્માન કરાયુ હતુ. સંસ્થાના યુરોપના પ્રેસીડેન્ટ વિલિયમ ઝેચલર, ભારતના પ્રેસીડેન્ટ સંતોષ શુકલ, વાઇસ પ્રેસીડેન્ટ દિવ્ય ત્રિવેદી, ગુજરાતના પ્રેસીડેન્ટ અશ્વિનભાઇ ત્રિવેદી, હરસુખ સોજીત્રા (વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ સૌરાષ્ટ્ર) દ્વારા આ સન્માનપત્ર ગુણવંતભાઇ ડેલાવાળાને એનાયત કરવામાં આવ્યુ તે સમયે રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા, કલાસિક નેટવર્કવાળા સ્મિતભાઇ પટેલ, પૂજારા ટેલીકોમના યોગેશભાઇ પૂજારા વગેરે નજરે પડે છે.

(2:37 pm IST)