Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મકાનમાં દારૂની બોટલ સાથે પ્રતિક પકડાયો

રાજકોટ : રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાસે શાંતિ નિકેતન સોસાયટીના એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની યુનિવર્સિટી પોલીસને બાતમી મળતા પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, યુવરાજસિંહ, જેન્તીગીરી, રાવતભાઇ, બલભદ્રસિંહ તથા બ્રિજરાજસિંહ સહિતે શાંતિનિકેતન સોસાયટી સી.બ્લોક નં. ૨૨માં દરોડો પાડી રૂ.૪ હજારની કિંમતની દારૂની ૯ બોટલ સાથે પ્રતિક અનીલભાઇ ભટ્ટ (ઉવ.૩૪) (રહે. શાંતિનિકેતન સોસાયટી સી બ્લોક નં.૨૨)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:38 pm IST)