Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મનહરપુરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : મહિલાઓ સહિત ૧૦ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડો : ૧૫ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૪ : જામનગર રોડ મનહરપુર-૧માં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી પાંચ મહિલા સહિત ૧૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મનહરપુર-૧ દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે એક મકાનમાં મહિલા જુગાર રમાડતી હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. અજયભાઇ ભુંડીયા તથા દિપકભાઇ ચૌહાણને બાતમી મળતા મનહરપુર-૧માં રહેતા ભાવનાબેન ધીરૂભાઇ સવાસડીયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક ભાવનાબેન સવાસડીયા તથા ગીતાબેન દોલુભા કામળીયા, માધાપર ગામના શીલ્પાબેન ઉર્ફે શીતલબેન રમેશભાઇ ડોડીયા, મનહરપુર-૧ના વર્ષાબેન સંદીપભાઇ પીઠડીયા, કનૈયા ચોક શીવપરાના પુનમબેન અક્ષયભાઇ પરમાર, એકતા સોસાયટી ૨૫ વારીયા કવાર્ટરમાં મોહિનીબેન ગીરીશભાઇ પરમાર, મનહરપુર-૧ના વિનય રાજુભાઇ ઉકેડીયા, ગીરીશ ઉર્ફે રાજુ જેસીંગભાઇ પરમાર, ભરત ભાભલુભાઇ હુદડ અને દિપક લાખાભાઇ ઉકેડીયાને પકડી લઇ રૂ. ૧૫૪૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

આ કામગીરી પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.જી.ડાંગર, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, ઇકબાલભાઇ મોરવાડીયા, મહીપાલસિંહ જાડેજા, અક્ષયભાઇ ભુંડીયા, દિપકભાઇ ચૌહાણ તથા બ્રીજરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.

(2:39 pm IST)