Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આજે પણ દરોડાનો દોર ચાલુ

સ્ટોક મર્યાદા આપતા કલેકટરનું પ્રથમ ઓપરેશનઃ કુવાડવા તથા નવાગામની પ મીલોમાં DSO ની તપાસણીઃ તમામમાં સ્ટોક લેવાયો

મર્યાદા મુજબ જથ્થો મળી આવ્યોઃ ચીફ સપ્લાય ઇન્સ્પેકટર પરસાણીયા અને તેની ટીમ દ્વારા ચકાસણી

કુવાડવા-નવાગામ ખાતે કઠોળ ઉત્પાદન કરતી મીલો ઉપર પુરવઠાએ ગઇકાલે બપોર બાદ ધોંસ બોલાવી અને સ્ટોક મર્યાદા અંગે કલેકટરે તપાસ કરાવી હતી તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૪: કેન્દ્ર-ગુજરાત સરકારે કઠોળ દાળ-ચણા વિગેરે ઉપર ર લાખ કિલો સુધીની સ્ટોક મર્યાદા નાખી દેતા ભાવો દબાયા છે અને રાજય સરકારે આ બાબતે તમામ કલેકટર અને ડીએસઓને પરીપત્ર દ્વારા સુચના આપતા ગઇકાલ બપોર બાદ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ મીલરો ઉપર પ્રથમ ઓપરેશન હાથ ધરી ડીએસઓશ્રી પુજા બાવડાને સુચના આપતા ડીએસઓ દ્વારા કુવાડવા-નવાગામની પ  મીલોમાં તપાસણી હાથ ધરાઇ હતી.

ડીએસઓની સુચના બાદ પુરવઠાના ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, નીલેશ ધ્રુવ સહીતની ટીમો કુવાડવાની રઘુવીર ફુડ પ્રોડકટસ, નવાગામની ગણેશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ (રાણપુર), કુવાડવાની રઘુવીર કલીનીંગ, કુવાડવા જીઆઇડીસીની વેણુ બેલન ઇન્ડસ્ટ્રીઝ અને વી.પી.એન્ડ સન્સમાં ત્રાટકી હતી અને તુવેર , તુવેરદાળ, ચણા, ચણાદાળ, અડ, અડદદાળ સહીતના જથ્થાનો સ્ટોક ચકાસ્યો હતો.સુત્રોના કહેવા મુજબ  ઉપરોકત તમામ મીલોમાં સ્ટોક મર્યાદા મુજબ જથ્થો મળી આવ્યો હતો.જે અંગે ડીએસઓ દ્વારા કલેકટરને રીપોર્ટ કરાયો છે. અત્રે એ નોંધનીય છે કે હોલસેલર માટે ર૦૦ મેટ્રીક ટન, રીટેલર માટે પ મેટ્રીક ટન અને મીલર્સ માટે છેલ્લા ત્રીમાસીક  ઉત્પાદન જેટલું એવો નિયમ છે.

(3:27 pm IST)