Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કોટેચા ચોકથી કે. કે. વી. ચોક તરફ ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનોને પ્રવેશબંધી

કે.કે.વી.ચોકમાં નિર્માણ પામનાર બ્રિજની કામગીરીના કારણે

રાજકોટ, તા., ૧૪: રાજકોટની શહેરની ટ્રાફીક સમસ્યા હળવી કરવા કે.કે.વી. ચોક ખાતે ડોમીનોઝ પીઝાથી શરૂ થઇ આત્મીય કોલેજ સુધી બનનારા નવા ફલાય ઓવર બ્રીજને કારણે કોટેચા ચોકથી કે.કે.વી. ચોક તરફ જતો ડાબી બાજુનો આશરે પ૦૦ મીટર જેટલો કે.કે.વી. ચોક સુધીનો રોડ દ્વિ-ચક્રીય વાહનો માટે ખુલ્લો રહેશે અને આ રોડ ઉપર દ્વિ ચક્રીય વાહનો સિવાયના જેવા કે હાથલારી તથા રેકડી તથા થ્રી વ્હીકલ તથા ફોર વ્હીકલ અને તેનાથી ભારે વાહનોને આ રોડ ઉપરથી પસાર થવા માટે ર૪ કલાક માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.

કાલાવડ રોડ કોટેચાથી ચોકથી કે.કે.વી. ચોક તરફ જવા માગતા લારી રેકડી થ્રી વ્હિકલ, ફોર-વ્હિકલ અને તેનાથી ભારે વાહનો માટે કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ તરફ ઇન્દીરા સર્કલથી કે.કે.વી. ચોક તરફ જઇ શકે તથા કોટેચા ચોકથી હીંગળાનજનગર ચોક થઇ અમીન માર્ગ થઇ ૧પ૦ ફૂટ રીંગ રોડ બીગબજાર ચોકથી યુ-ટર્ન લઇ કે.કે.વી. ચોક તરફ જઇ શકશે અને કોટેચા ચોકથી કે.કે.વી. ચોક તરફ જતા રોડની ડાબી બાજુ નાના સર્વિસ રોડ ઉપર ફકત ટુ-વ્હિલર જ પસાર થઇ શકશે.

તેમજ કે.કે.વી. ચોકથી કોટેચા ચોક તરફ જવા માટે રોડ ડાબી બાજુ વાળા સર્વિસ રોડ ઉપર તમામ પ્રકારના વાહનો એટલે કે ભારે વાહનો સિવાયના તમામ વાહનો પસાર થઇ શકશે.

(3:31 pm IST)