Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પુજીત ટ્રસ્ટની 'જ્ઞાન પ્રબોધીની પરીક્ષા' માં રપપ વિદ્યાર્થી ભાઇ બહેનોએ નશીબ અજમાવ્યુ

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ 'કિલ્લોલ', ૧- મયુરનગર, ભાવનગર રોડ ખાતે છેલ્લા ૨૧ વર્ષથી ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા જરૂરતમંદ બાળકો માટે 'જ્ઞાન પ્રબોધિની' પ્રોજેકટ ચલાવવામાં આવે છે. સહકારી તેમજ ખાનગી શાળાઓમાં ધો.૫,૬,૭ ની છમાસીક પરીક્ષામાં મેળવેલ ગુણની એવરેજ કાઢી ૮૫% કે તેથી વધુ ટકાવારી સાથે ઉતીર્ણ થનાર બાળકો આ પ્રોજેકટમાં પસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકદાર બને છે. આ વખતે લેવાયેલ જ્ઞાન પ્રબોધીની પરીક્ષામાં ૨૫૫ વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓએ નસીબ અજમાવ્યુ હતુ.  આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓમાંથી ૨૦ વિદ્યાર્થીઓની આખરી પસંદગી કરાશે.  આ વિદ્યાર્થીઓને ધો. ૮ ની શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેમ કે સ્કુલ ફી, પુસ્તકો, યુનીફોર્મ, બુટ મોજા, દફતર સહીતનો ખર્ચ સંસ્થા ભોગવશે. ઉપરાંત ગ્રુપ ટયુશનની સુવિધા પુરી પડાશે. સ્કુલે આવવા જવા સાયકલ પણ આપવામાં આવે છે. જરૂર પડયે આરોગ્ય સારવારનો ખર્ચ પણ સંસ્થા ભોગવે છે. છેલ્લા ૨૧ વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધીની શૈક્ષણિક પ્રોજેકટના શરૂઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનીયર, અધ્યાપક, ફાર્માસીસ્ટ સહીતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ પોતાના પરિવારના તારણહાર બની ચુકયા છે. ગત રવિવારે લેવાયેલ આ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા મેયર પ્રદીપભાઇ ડવ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, શ્રીમતી માલિની અગ્રવાલ ઉપરાંત શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, નગર પ્રા.શિ. સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, વાઇસ ચેરમેન સંગિતાબેન છાયા, કોર્પોરટર દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, પરેશભાઇ હુ઼બલ, ડો. ગૌરવીબેન તથા ડો. અનિમેષભાઇ ધ્રુવ, જાણીતા શિક્ષણવિદ્દ ડી.વી. મહેતા, રશ્મિકાંતભાઇ મોદી, ડો. શીલુ, કમિશ્નરના પી.એ. રવિભાઇ ચુડાસમા, મેયરના પી.એ. કનુભાઇ હિંડોચા, જાણીતા આર્કીટેક કમલેશભાઇ પારેખ, કેળવણી નિરીક્ષક ઉર્વીબેન ઉચાટ, શ્રી ભુવાત્રા ઉપરાંત યુ.આર.સી., સી.આર.સી., સ્ટાફ સર્વે મહાનુભાવોને ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ આવકાર્યા હતા. હાલ શિક્ષકો પાસે થોડો ફાજલ સમય હોય અને સેવાના ભાવથી આ સંસ્થાના સેવાયજ્ઞમાં જોડાવા ઇચ્છતા હોય તેવા શિક્ષકોને માનદ વેતન સાથે આ સંસ્થા આવકારે છે. આ માટે સંસ્થાના કાર્યાલય ફોન નં. ૦૨૮૧- ૨૭૦૪૫૪૫/ ૨૭૦૧૦૯૮ ઉપર સંપર્ક કરી શકાશે. સમગ્ર પ્રોજેકટ અને પરીક્ષાનું વ્યવસ્થાતંત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, પ્રોજેકટ કમીટી મેમ્બર્સ સી. કે. બારોટ, જયેશભાઇ ભટ્ટ, હસુભાઇ ગણાત્રા, ભારતીબેન બારોટ વગેરે, વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતરની આગેવાની હેઠળ કાર્યર્તાઓ સરોજબેન આચાર્ય, જયપ્રકાશભાઇ આચાર્ય, કિશોરભાઇ ગમારા, ઉમેશભાઇ કુંડલીયા, મુકેશભાઇ મહેતા, હરેશભાઇ ચાંચીયા, દીલીપભાઇ મીરાણી, મહેશભાઇ પરમાર, કે. બી. ગજેરા, રાજુભાઇ શેઠ, હિમાંશુભાઇ સરવૈયા, પૂજીત ટ્રસ્ટના કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, જોષી પ્રેમ, વાડોલીયા પૂર્વીબેન, રત્નોતર અંજના, નિરાલીબેન રાઠોડ, સુરભીબેન અગ્રાવત, ભાવનાબેન જયપાલ, અસ્મિતાબેન નારીયાણી, ભગવતીબેન કુંઢીયા, હરદીપસિંહ ઝાલા, પારસભાઇ બાખડા, વર્ષાબેન મકવાણા, નેહાબેન સોલંકી, જાનકીબેન રામણી, કિર્તીબેન પારઘી, જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટના બાળકો હેરભા રવિ, રાહુલ દુધરેજીયા, ગજેરા મિલાપ, ડો. અંકિતા વસાણી, ડો. પાયલ ખખ્ખર વગેરે તેમજ એચ. એન. શુકલ કોલેજના કર્મચારી રીતેષભાઇ ગણાત્રા, જીગરભાઇ ભટ્ટ, કરીશ્મા રૂપાણી, શ્રધ્ધા કલ્યાણી, સ્વાતી કનારા, ચાંદની જોશી, વિશાલ રાણપરા, બ્રિજેશ પટેલ, વિહા ઉપાધ્યાય, ક્રિષ્ના ઠીકાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. પરીક્ષાનું પરિણામ તા. ૩૧ જુલાઇના ટ્રસ્ટના કાર્યાલય ખાતેથી જાણી શકાશે. તેમ એક સંસ્થાની એક યાદીમાં જણાવાયુ છે.

(3:33 pm IST)