Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

રાજકોટની સૌથી ઊંચી સિલ્વર હાઇટસ સોસાયટીમા સૌરાષ્ટ્રનો સૌથી લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો

દરેક સોસાયટીમાં વિવિધ તહેવારોની સાથે મળીને ફાળો કરીને ઉજવણી કરવામાં આવે છે,ત્યારે ૧૫મી ઓગસ્ટએ પુરા ભારતદેશનો દિવસ છે જેની ઉજવણી ભારતના દરેક જનને કરવી જ જોઈએ

અમૃત સમી આઝાદી મળ્યાના ૭૫ વર્ષની ઉજવણી પુરા ભારત રાષ્ટ્રમાં કરવામાં આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં તિરંગી ધ્વજની મહિમા વર્ણવતા શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત ન થાય એવું તો  કેવી રીતે શક્ય બને !

રાષ્ટ્ર ભાવનાની લાગણી વર્ણવવામાં અગ્રેસર રાજકોટ સપૂતો હંમેશા આગળ આવી કંઇક અલગ કરી જાણે છે. ભારતદેેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ ' હર ઘર તિરંગા' અભિયાનથી દેશભક્તિની ભાવના  વર્ણવી  ૭૫ વર્ષ પૂર્વ બનેલી ક્રાંતિકારીઓની ગાથા   ગાવા દેશવાસીઓને આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારે રાજકોટની સૌથી ઊંચી ( ૨૩ જેટલા માળ ધરાવતી)સિલ્વર હાઇટસ સોસાયટીમા સૌરાષ્ટ્રનો સૌથી લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર ગૌરવભર્યા ક્ષણો વિશે રહેવાસી મુકેશભાઈ જણાવે છે કે, ૨૫૦ફૂટ ઊંચો અને ૨૫ ફૂટ પહોળાઈ ધરાવતો તિરંગો ફરકાવવો જો સંભવ બન્યો હોય તો, તે માત્ર ને માત્ર સિલ્વર હાઇટસ સોસાયટીના આશરે ૨૦૦ થી વધારે કુટુંબી પરિવારોને કારણે.

 

દરેક સોસાયટીમાં વિવિધ તહેવારોની સાથે મળીને ફાળો કરીને ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ૧૫મી ઓગસ્ટએ શોર્ય, વીરતાભર્યા કાર્યો, લોહિયાળ ક્રાંતિકરી, અહિંસાથી લડત લડી,હરીયાળુ ભારત આઝાદ બનાવ્યું હતું. એ દિવસની મહિમા ગાવાનો દિવસ છે. જેથી આ કોઈ એક જ્ઞાતિ કે જાતિનો નહીં પરંતુ પુરા ભારતદેશનો દિવસ  છે. જેથી અહીં વસવાટ કરતા દરેક નાગરિકે પોતાની ફરજ અને એનાથી પણ વિશેષ રાષ્ટ્રભાવનાને ધ્યાનમાં રાખી દરેક સભ્યએ નાણાં એકઠા કરી તિરંગાનું નિર્માણ કરાવડાવ્યું હતું.

આશરે ૪૫ હજાર જેટલી રકમનો બનેલો આ તિરંગો રાજકોટમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતદેશના વડાપ્રધાનશ્રી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવાનું આહવાન પુરા રાષ્ટ્રને આપ્યું હતું. ત્યારે જ અમે સર્વે તિરંગાનું નિર્માણ કરાવવાનું મંથન શરૂ કરી દીધું હતું અને ૧૫મી ઓગસ્ટના પાંચ દિવસ અગાઉ જ તિરંગો લહેરાવ્યો હતો. નાના મોવા સર્કલ પાસે સિલ્વર સોસાયટી સ્થિત હોવાથી તે દરેક જનને આઝાદીના પળોની યાદ અપાવશે તેમ મુકેશભાઈ ઉમેર્યું હતું.

(3:03 pm IST)