Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજકોટમાં શાળાઓમાં રજાઃ યુનિવર્સિટી ભવન અને કોલેજો રાબેતા મુજબ ચાલુ રહી

ભારે વરસાદને પગલે ડીઈઓ દ્વારા ગઈકાલે રાત્રે જ રજા જાહેર કરવામાં આવી હતી

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ગઈકાલે પડયો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગઈકાલે રાજકોટ સહિત અનેક જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ રજા જાહેર કરી હતી, ત્યારે આજે પણ શાળાઓમાં રજા જાહેર થઈ છે.

રાજકોટમાં વહીવટી તંત્રની સૂચના અનુસાર રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં મંગળવારે આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય અને કોલેજો રાબેતા મુજબ ચાલુ છે.  ગઈકાલે ભારે વરસાદ અને રાજમાર્ગો ઉપર પાણી ભરાયા હતા. હાઈવે બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે સમગ્ર જનજીવનને અસર પહોંચી હતી તેથી સલામતીના કારણોસર રાજકોટ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

(3:22 pm IST)