Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

શ્રી લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયના ઉપક્રમે વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓના વાલીઓની મીટીંગ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો

મહાત્મા ગાંધી ચેરીટેબલલ ટ્રસ્ટ સંચાલિત શહેરની મધ્યમાં અને શિક્ષણક્ષેત્રે પ્રખ્યાત શ્રી લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટના વિજ્ઞાનપ્રવાહમાં વિદ્યાર્થીઓનાં વાલીશ્રીઓની મીટીંગ તેમજ વિશેષ સન્માનનો કાર્યક્રમ તા. ૦૯/૦૯/૨૦૨૧ના રોજ રેસકોર્ષ ખાતેના બાલભવનમાં મધ્યસ્થ હોલમાં યોજાઇ ગયો. તેમાં ટ્રસ્ટી શ્રી અલ્પનાબેન ત્રિવેદી, આચાર્યશ્રી વિનોદભાઇ ગજેરા અને શાળા પરિવારના શિક્ષક ભાઇ-બહેનો તેમજ બહોળી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી હતી. આ તકે કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં કોરોના વોરીયર્સ તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ઝેનીથ સીણોજીયા (સ્ટર્લીંગ હોસ્પિટલ-રાજકોટ)નું વિશેષ સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટીશ્રી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ પોતાનાં વકત્વયમાં આજના શિક્ષણમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીશ્રીની ભૂમિકા વિશે છણાવટ કરી હતી. કાર્યક્રમનાં અંતે અલ્પાહાર અને રાષ્ટ્રગીતમાં ગાન સાથે કાર્યક્રમમાં પૂર્ણ કરાયો હતો. 

(3:21 pm IST)