Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

આહીર સમાજના નવનિયુકત કલાસ-૧ અને ૨ અધિકારીઓનું સન્માન

રાજકોટ : આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ - રાજકોટ દ્વારા તાજેતરમાં GPSC દ્વારા પસંદ કરવામાં આવેલ આહીર સમાજના કલાસ-૧ તથા કલાસ-૨ ના અધિકારીઓનો સન્માન સમારોહ પી. ડી. માલવીયા કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે દીપ-પ્રાગટયની ક્ષણોમાં મેયર ડો. પ્રદીપભાઈ ડવ,  લાભુભાઈ ખીમાણિયા, ભાનુભાઈ મહેતા, જશુભાઈ રાઠોડ સાથે સંસ્થાના સ્થાપક પી.આઈ. રામ, સંસ્થાના ગુજરાતના માર્ગદર્શક ઘનશ્યામભાઈ હેરભા,  શહેરના કન્વીનર વિરાભાઈ હુંબલ જોડાયા હતા. સંચાલનની કમાન પરિમલભાઈ પરડવાએ સંભાળી હતી. સંસ્થાવતી સ્વાગત પ્રવચન મહેશભાઈ કારેથાએ કરેલ. આ પ્રસંગે આહીર સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભવો ઘનશ્યામભાઈ ખાટરિયા,  અજીતભાઈ લોખીલ, વી. જે. બોરીચા, પી.આઈ શ્રી હડિયા, પી.આઈ. શ્રી જિલડીયા, સંજયભાઈ છૈયા (સંસ્થાના સહ-એડમીન) ગીરીશભાઈ ગોરીયા, હિરેનભાઈ ખીમાણિયા, ઘનશ્યામભાઈ કુગસિયા, મેરામણભાઈ ગંભીર, રાજેશભાઇ ચાવડા, પ્રવિણભાઈ ભેડા, પી.એસ.આઈ. શ્રી હેરભા, શ્રી બરબસિયા, શ્રી ભાટુ , શ્રી વરુ, એભલભાઈ કુહાડીયા, વનરાજભાઈ ગરૈયા, ગૌતમભાઈ કાનગડ, મયુરભાઈ ખીમાણિયા, રતીભાઈ બોરીચા, દેવદાનભાઈ જારીયા, અવધેશભાઈ કાનગડ, જયદીપભાઈ જળુ, દીપકભાઈ ડાંગર, અંકિતાબેન ચેતરિયા, શ્રીમતી રમાબેન હેરભા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભવોના પ્રસંગને અનુરૂપ ઉદબોધનો અને સાથે સાથે પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટોથી ઉપસ્થિત ચારેય નવયુવાન અધિકારીઓ વિવેકકુમાર પ્રવિણભાઇ ભેડા (કલાસ-૧ ડી.વાય.એસ.પી.), ધવલકુમાર પરબતભાઈ કારેથા (કલાસ-૧ ડેપ્યુટી ડાયરેકટર), ડો. ક્રિષ્નાબેન દેવશીભાઈ નકુમ (કલાસ-૨ આદિજાતિ વિકાસ અધિકારી) તથા પાર્થકુમાર રાજાભાઈ મારૂ (કલાસ-૨ તાલુકા વિકાસ અધિકારી) ને સન્માનવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની પુરી ટીમ પી.આઈ.રામ, ઘનશ્યામભાઈ હેરભા, પરીમલભાઈ પરડવા, વિરાભાઈ હૂંબલ, શૈલેષભાઇ ખાંભરા, કિરીટભાઈ મૈયડ, શૈલેષભાઇ ડાંગર, અજયભાઈ લોખીલ, વિપુલભાઈ ડવ, દિલીપભાઈ બોરીચા, મહેશભાઈ કારેથા, ભાનુભાઈ મિયાત્રા, ચૈતન્યભાઈ સિંહાર, ધવલભાઈ મેતા, પ્રણવભાઈ પંચોલી, પ્રવીણભાઈ સેગલીયા, કરશનભાઇ મેતા, સુભાષભાઈ ડાંગર, હીરાભાઈ ડાંગર, કરશનભાઇ નંદાણીયા, વિમલભાઈ ડાંગર, લાલભાઈ હૂંબલ, ડો.જીતેન્દ્રભાઈ ગાધે, ડો. વિરલભાઈ બલદાણીયા, હરેશભાઇ વિરડા, જનકભાઈ ડાંગર, પ્રભાતભાઈ જળુ, મહેશભાઈ મેતાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ વિરાભાઈ હૂંબલ દ્વારા કરવામા આવી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવેલ.

(3:23 pm IST)