Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ મહોત્સવ

રાજકોટઃ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના કેમ્પસમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ગણપતિ બાપ્પાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની પધરામણી કરાઇ હતી. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, વિઝડમ સ્કૂલના બાળકો અને ILT બી.એડ્. કોલેજના છાત્રોએ સાથે સંકલન સાધીને કેમ્પસમાં ગણેશ ઉત્સવ નિમિત્તે મહા આરતી અને પ્રસાદ ધરવાયા હતા જેમાં ટ્રસ્ટના પ્રમુખ ડો. ભદ્રાયુભાઇ વછરાજાની, ટ્રસ્ટીઓ મુકેશભાઇ દોશી અને હરદેવસિંહ જાડેજા, ILT B.Ed. કોલેજના પ્રિન્સિપાલ ડો. નિદત્તભાઇ બારોટ, પ્રોફેસર જીતેન ઉધાસ, જયોતિ તડવી, નેહલબેન શિંગાળા તથા દીપિકાબેન પટેલ તથા વિઝડમ સ્કૂલના મેનેજમેન્ટ હેડ સત્યજીતસિંહ જાડેજા, પ્રિન્સિપાલ જયભાઇ પાઢ, વાઇસ પ્રિન્સિપાલ માધવીબેન વરિયા તથા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઇ સુમકીયા હાજર રહ્યા હતા. 

(3:23 pm IST)