Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શુક્રવારે મહા રકતદાન કેમ્પ

સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાની રકતતુલા કરાશે

રાજકોટ તા. ૧૪: આર.એસ.એસ.નાં નિષ્ઠાવાન સ્વયંસેવક, ભાજપાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ તથા રાજકોટનાં પ્રથમ મેયર, મુલ્યોના માનવી એવા અરવિંદભાઇ મણીઆરની યાદમાં અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અનેકવિધ સામાજીક, સેવાકીય,, સાંસ્કૃતિક, શૈક્ષણીક, આરોગ્ય વિષયક અને વ્યકિતત્વ વિકાસની પ્રવૃતિઓ દ્વારા અરવિંદભાઇનાં સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે.

ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરિયા, શ્રીમતી હંસીકાબેન મણીયાર, જયોતિન્દ્ર મહેતા, શીવુભાઇ દવે, મહાસુખભાઇ શાહ અને કશ્રલ્પક મણીઆર તથા અનેક કાર્યકર્તાઓની રાહબરી હેઠળ વિવિધ સ્થાયી પ્રોજેકટ જેવા કે ગીર ગોલ્ડ એ-રમીલ્ક પ્રોજેકટ, ડોસિ મ્યુઝીયમ, અંતિમ ધામ વૈકુંઠયાત્રા વાહિની, મોબાઇલ મેડીકલ ડીસ્પેન્સરી, અરવિંદભાઇ મણીઆર ઇન્ફોર્મેશન ટેકમનોલોજી ઇન્સ્ટીટયુટ સહિતનાં પ્રકલ્પો કાર્યરત છે.

દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે આઝાદી માટે શહીદી વહોરનારા અને ક્રાંતિવીરોને યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પવા અને આજે હયાત ક્રાંતિકારીઓ, લડવૈયાઓ દેશભકતોને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ તેમજ સાથે મહા રકતદાન કેમ્પની સાથે આઝાદીના લડવૈયા ક્રાંતીવીર શ્રી મનસુખભાઇ છાપીયાજીની રકત તુલા દ્વારા સન્માનનો અનોખો કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિન તા. ૧૭ના શુક્રવારે, પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે યોજાયેઢલ છે.

ગરીમામય કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહી રકતદાતાઓને અભિનંદન પાઠવશે અને છાપીયાજીને સન્માનીત કરશે.

વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ, કર્ણાટકનાં પૂર્વ ગર્વનર, રાજકોટનાં લાડીલા વજુભાઇ ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, ધનસુખભાઇ ભંડેરી, નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, પુષ્કરભાઇ પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી પોતાની દેશભકિત ઉજાગર કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના કારોબારી સભ્યો જયંતભાઇ ધોળકીયા, લક્ષ્મણભાઇ મકવાણા, નિલેશભાઇ શાહ, પ્રભાતભાઇ ડાંગર, ઇન્દ્રવનભાઇ રાજયગુરૂ, હસુભાઇ ગણાત્રા, જાહનવીબેન લાખાણી, સંજયભાઇ મોદી, અશોકભાઇ પંડયા, ગુણવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, ભુપેન્દ્રભાઇ શાહ, ગુણવંતભાઇ ડેલાવાળા, રાજુલભાઇ દવે, ભરતભાઇ અનડકટ, જગદીશભાઇ જોષી, ધનુમામા, હરીશભાઇ શાહ, કમલેશભાઇ મહેતા, ભાગ્યેશ વોરા (ફ્રિડમ), પ્રવિણભાઇ ચાવડા (ફ્રિડમ), રમેશચંદ્ર (ગીર ગોલ્ડ), નિલેશ હિંડોચા (ગીર ગોલ્ડ), હેલી કાકમા (ગીર ગોલ્ડ), દિવ્યેશ ધોળકીયા, સચીન શુકલ, મનીષ શેઠ, જગદીશભાઇ તન્ના, ધર્મેશભાઇ મકવાણા, ભાવેશ ગોહેલ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તમામ રકતદાતાઓને અનેકો ભેટોથી પ્રોત્સાહીત કરાશે.

રકતદાન કેમ્પ માટે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી અને જીવદયા પ્રેમી, મિતલ ખેતાણી જહેમત ઉઠાવી રહ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપના નલીન શાહ, સતીશ સાગઠીયા, વૈભવ વખારીયાનો પણ સહયોગ મળી રહ્યો છે. રકતદાતાઓનાં રજીસ્ટ્રેશન માટે નિલેશભાઇ શાહ (મો. ૯૮રપર ૯૦૬રપ), વિનય જસાણી (મો. ૯૪ર૮ર ૦૦૬૬૦), મિતલ ખેતાણી (મો. ૯૮ર૪ર ર૧૯૯૯) ઉપર સંપર્ક કરવા ડો. વલ્લભભાઇ કથીરીયાની યાદીમાં જણાવાયું છે. 

(3:28 pm IST)