Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા યોજીત ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ : મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા શુક્ર-શનિ-રવિ ત્રણ દિવસ ગણપતિનું સ્થાપન કરાયુ હતુ. મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે દરરોજ બન્ને સમય આરતી  તેમજ શનિવારે અન્નકોટ દર્શન ખુલ્લા મુકાયા હતા. ત્રીજા દિવસે સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે મુર્તિ વિસર્જન કરાયુ હતુ. આ ગણેશ મહોત્સવમાં મુખ્ય મનોરથી અમિતભાઇ કિરીટભાઇ પટેલ, સહ મનોરથી અજયભાઇ ગઢીયા, હેમલભાઇ હરકિશનભાઇ મોદી, નીરજભાઇ મહેતાના હસ્તે પુજા વિધિ કરાવાઇ હતી. પૂજા વિધિમાં યતીનભાઇ ધ્રાફાણી, યોગેશભાઇ પારેખ પરિવારે પણ લાભ લીધો હતો. આરતી ઉતારવાનો લાભ મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશભાઇ વોરા, ભાડલા વૈષ્ણવ સમાજના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, માજી મંત્રી સંજયભાઇ મણિયાર, મોઢ બોર્ડીંગના ગ્રુહપતિ જસુભાઇ મહેતા, જ્ઞાતિ અગ્રણીઓ સર્વાશ્રી અશોકભાઇ ભાડલીયા, નીતીનભાઇ વોરા, અશ્વિનભાઇ વડોદરીયા, સાવનભાઇ ભાડલીયા, સાગરભાઇ પાડલીયા, જીતુભાઇ ગાંધી, ભરતભાઇ કલ્યાણી, કાંતિભાઇ દોશી, મનીષભાઇ ભાઠા, મહિલા વિભાગમાં સમસ્ત મોઢ વણિક મહીલા મંડળના પ્રમુખ સરોજબેન ભાઠા, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્વિનભાઇ પટેલ, શ્રીમતી મીતાબેન મણીયાર, શ્રીમતી ફાલ્ગુનીબેન કલ્યાણી, શ્રીમતી હર્ષાબેન પારેખ, શ્રીમતી રીપલબેન છાપીયા, શ્રીમતી દિપ્તીબેન મેસવાણી, શ્રીમતી હીનાબેન દોશી, સેલજા શાહ, મીતાબેન પારેખ, છાયાબેન વજેરીયા, યેશા કેતનભાઇ પારેખે લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઇ છાપીયા, માનદ મંત્રી કેતનભાઇ પારેખ, ચેરમેન કેતનભાઇ મેસ્વાની, કારોબારી સભ્ય ડો. કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ પારેખ, શ્રીમતી નીતાબેન પારેખ, શ્રીમતી છાયાબેન વજરીયા, શ્રીમતી હીનાબેન દોશી, શ્રીમતી ક્રિષ્નાબેન મણીયાર, શૈલજા શાહ, પ્રચાર પ્રસાર સેવા અશ્વિનભાઇ પટેલે સંભાળી હતી. 

(4:12 pm IST)