Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીનો કાર્યકાળ એટલે ગુજરાત માટે ગોલ્ડન પિરિયડ

પાંચ વર્ષમાં તેમના પર એકપણ વ્યકિતગત આક્ષેપ થયો નથી, કોઈ જ કલંક લાગ્યું નથી, સીએમ પદેથી તેમની વિદાયએ ગુજરાતની ખોટ ગણાશેઃ મયુર શાહ

રાજકોટઃ ગુજરાતના મુખ્યમંત્રીપદેથી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું ધરતા આખા ગુજરાતની પ્રજા સ્તબ્ધ છે બધા એક જ પ્રશ્ન પૂછે છે કે, શું ફરી આવા સાલસ, સરળ, કાર્યદક્ષ, નિર્વિવાદ, કર્મઠ, નિષ્કલંક મુખ્યમંત્રી મળી શકશે? શ્રી વિજયભાઈ રૂપાણીનો પાંચ વર્ષનો કાર્યકાળ ગુજરાત માટે ગોલ્ડન પિરિયડ ગણી શકાય. જૈન અગ્રણી શ્રી મયુર શાહ (મો.૯૪૨૮૨ ૦૦૦૭૫)ની યાદી મુજબ તેમના પાંચ વર્ષના શાસનમાં ચિકકાર વિકાસકાર્યો થયા, કોરોના જેવી મહામારીમાં પણ તેમને વિકાસની ગાડી અટકવા દીધી નહી. કોરોનામાં એવી અભુતપુર્વ કામગીરી કરી કે સર્વોચ્ચ અદાલતે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેની નોંધ લેવી પડી. આ પાંચ વર્ષ દરમિયાન એક પણ આંદોલન નથી થયું, એકપણ હુલ્લડ નથી થયા - જે સ્વયં એક સિદ્ધિ છે. આ ગાળામાં તેમના પર એકપણ કલંક નથી લાગ્યું. વિજયભાઈની મુખ્યમંત્રીપદ પરથી વિદાયએ ગુજરાતની જનતાને પડેલી મોટી ખોટ ગણાશે. તેમ અંતમાં જણાવાયું છે.

(4:14 pm IST)