Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

માધાપર પાસે રીવોલ્વર તાંકી બે કૌટુંબીક ભાઇઓ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારા શખ્સોની શોધ

ત્રણ દિવસ પહેલા ટ્રક ઉભો રાખવા બાબતનો ખાર રાખી ભાવિકસિંહ અને તેના મિત્ર પર સંજય વીરડા તેના બે ભાઇ, નિલેશ આહીર, લાલો મિયાત્રા તથા દસ અજાણ્યા શખ્સો એ હુમલો કર્યો'તો

રાજકોટ તા. ૧૪: માધાપર મેઇન રોડ પર આવેલ ઇશ્વરીયા પાન નામની દુકાન સામે ત્રણ દિવસ પહેલા ટ્રક ઉભો રાખવા બાબતનો ખાર રાખી બે યુવાન પર રીવોલ્વર તાકી ધમકી આપી લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારા શખ્સોની ગાંધીગ્રામ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર વિનાયક વાટીકા બંગલા નં. ૧ માં રહેતા ભાવીકસિંહ મહેશભાઇ ડોડીયા (ઉ.વ. ૩૧) અને તેના માસીના દિકરા ભગીરથભાઇ બંને ગત તા. ૧૦ના રાત્રે કામ સબબ હોસ્પિટલેથી પરત ઘરે આવતા હતા ત્યારે ગોલ્ડન પોર્ટીકો પાસે માધાપર તરફીથ એક ટ્રક પૂરઝડપે આવેલ અને પોતે તેને ટ્રક ધીમે ચલાવવાનું કહેતા આ ટ્રક ચાલકે કોઇને ફોન કરીને ત્થા બોલાવેલ બાદ ત્યાં આવેલ શખ્સોમાંથી કોઇ ભાવીકસિંહને ઓળખતું હોઇ જેથી જે તે વખતે સમાધાન થતા ત્યાંની નીકળી ગયા હતા. બાદ ભાવીકસિંહ અને માસીયાઇ ભાઇ ભગીરથભાઇ માધાપર મેઇન રોડ પર આવેલ ઇશ્વરીયા પાન નામની દુકાને બેઠા હતા ત્યારે રાત્રે ટ્રકના માલીક સંજય વીરડા એક બ્રેન્ઝાકાર તથા સ્પોર્પીયોમાં લાલો મીયાત્રા તથા સંજયનો ભાઇ ક્રેટા કાર લઇને આવેલ અને નિલેશ તથા અન્ય શખ્સો પોતાની પાસે આવેલ અને સંજયએ કહેલ કે મારો ટ્રક આજ ચાલશે તેમ કહી ગાળો આપતા ભાવીકસિંહ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ લોખંડનો પાઇપ અને લાકડી વડે બંન્નેને માર માર્યો હતો અને લાલા મીયાત્રાએ રીવોલ્વર ાંકી જાની મારી નાખવાની ધમકી આપી હતી. બાદ તમામ શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીે ભાવીકસિંહ ડોડીયાની ફરિયાદ પરથી સંજય વીરડા સહિતના શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશીષ, રાયોટ અને ધમકીની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. કે. એમ. વાળા તથા રાઇટર હિરાભાઇ સહિતે તમામની શોધખોળ હાથ ધરી છે. 

(4:16 pm IST)