Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નદીના પૂરથી રામનાથ મંદિર પરિસરમાં ફેલાઇ ગંદકી : તાત્કાલિક સફાઇ

મેયર પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના પદાધિકારીઓ - અધિકારીઓ - કોર્પોરેટરની સ્થળ મુલાકાત

આજી નદીના કાંઠે આવેલ રામનાથ મહાદેવ મંદિરની સ્થળ મુલાકાત ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર પ્રદિપ ડવ તથા ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર દેવાંગ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા તથા ડે.કમિશનર એ.આર.સિંઘ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓેએ કરી સફાઇ - ગંદકી દુર કરવા સુચના આપી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : ગઈકાલે શહેરમાં ખૂબજ સારો વરસાદ પડેલ. સર્વત્ર વરસાદના કારણે આજી નદીમાં પુર આવેલ. આજી નદીના કાંઠે સ્વયંભુ બિરાજતા રામનાથ મહાદેવ મંદિરને પુરના પાણી ફરી વળેલ. પુરના કારણે મંદિર તથા મંદિરની આજુબાજુ કચરો ભેગો થયેલ હોય જેને ફરીથી વ્યવસ્થિત સફાઈ થાય તેના અનુંસધાને આજે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરોએ સ્થળ મુલાકાત કરી હતી.

આજી નદીમાં પુરના કારણે ઉપરવાસથી આવેલ કચરો, ગંદકી, ઝાડા-જાખરા વિગેરે મંદિર પાસે થર જામી જતા હોય છે. રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક હોય પુરના કારણે મંદિર તથા મંદિરની આજુબાજુ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીનો ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ તેમજ મંદિર લાગુ રસ્તા પર પડેલ ખાડાની તાત્કાલિક મરામત કરવા, મંદિરના પરિસરમાં તેમજ આજુબાજુ સ્વચ્છ બંને તે માટે સંબંધક અધિકારીઓને સુચના આપેલ.

આ મુલાકાતમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર એ.આર. સિંઘ, વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, વોર્ડ નં.૦૭ના પ્રભારી પ્રતાપભાઈ વોરા, મહામંત્રી અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, ડે. એન્જી.પટેલીયા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ અધિકારી ઝીંઝાળા વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:18 pm IST)