Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

આજે ત્રિકોણબાગ કા રાજાના પ્રાંગણમાં ''કસુંબીનો રંગ'' કાર્યક્રમ, ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો તાજાં કરશે

આવતી કાલ બુધવારે રાત્રે વિશાલ વરૃ અને સાથી કલાકારોનો લોકડાયરો

રાજકોટઃ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવમાં વરસતા વરસાદ વચ્ચે ગઈકાલ સાયં  મહાઆરતીમાં સંખ્યાબધ્ધ ભાવિકોએ હાજરી આપીને ગણેશ વંદના કરી હતી, અંશ ભારદ્વાજ, દીપકેશરી ન્યુઝના પરેશભાઈ દાવડા, ભાજપ અગ્રણી એડવોકેટ કૃણાલભાઈ દવે વગેરે મહાનુભાવોએ મહાઆરતીમાં ભાગ લઈને ગણપતિનું પૂજન કર્યું હતું.

શિવભકત નીરવ રઘુવંશી અને કથાકાર રાકેશભાઈ ભટ્ટે શિવ આરાધનાનો હૃદયર્સ્પી કાર્યક્રમ રજુ કરીને ભાવિક શ્રોતાઓને ભાવવિભાર કર્યા હતાં. આજે મંગળવારે રાત્રે ત્રિકોણ બાગ કા રાજાના પ્રાંગણમાં સંદિપ પ્રજાપતિ અને ઉમેશભાઈ બારોટ  ''કસુંબીનો રંગ'' કાર્યક્રમ રજુ કરશે, જે ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો તાજાં કરશે.

આવતીકાલ બુધવારે રાત્રે વિશાલ વરૃ અને સાથી કલાકારો પ્રસ્તુત ભવ્ય લોકડાયરો યોજાશે, જે મોડી રાત સુધી શ્રોતાઓને મોજ કરાવશે.

આ ગણેશોત્સવને સફળ બનાવવા જીમ્મી અડવાણીના કાર્યકરો ચંદુભાઈ પાટડિયા, જયપાલસિંહ જાડેજા, ભરતભાઈ રેલવાણી, વિમલ નૈયા, નિલેશ ચૌહાણ, સંજય ટાંક, કિશન સિધ્ધપુરા, બિપીન મકવાણા, પ્રકાશ ઝીંઝુવાડિયા, યોગેન્દ્ર છનિયારા, ભરત મકવાણા, રાજન દેસાણી, કાનાભાઈ સાનિયા, વંદન ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠલાણી, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા, પાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર,  કરણ મકવાણા, ધવલ વાડોદરા, નાગજી બાંભવા, બલીરામ ચૌહાણ, દર્શન જોશી, પીનાકીન ખાણદર, પરાગ ગોહેલ, દિલીપભાઈ પાંધી, પરાગ ગોહેલ વગેરે સેવાઓ આપી રહ્યા છે.

(4:36 pm IST)