Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નવા બસ સ્ટેશન પાસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ પકડાયા

એ ડીવીઝન પોલીસનો દરોડોઃ રોકડ સહીત ૧,રપ,પ૦૦ની મતા કબ્જે

રાજકોટ, તા., ૧૪: નવા બસ સ્ટેશન પાસે ઇન અને આઉટ ગેઇટની વચ્ચે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોશીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, જયપાલસિંહ ગોહીલ સહીતે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા મોચી બજાર ખાડામાં રહેતા કૈયુમ ફિરોઝભાઇ શિંશાગીયા, ન્યુ સાગર સોસાયટી, દેવપરાના વિજય મનસુખભાઇ રાઠોડ, કીરીટ ભીખાભાઇ રાવત અને આજી વસાહત ખોડીયાર પરાના રાજુ બચુભાઇ કુથરીયાને પકડી લઇ રૃા. પપ૦૦ની રોકડ તથા મોબાઇલ એકટીવા અને રીક્ષા મળી રૃા. ૧,રપ,પ૦૦ની મતા કબ્જે કરી હતી. 

(4:37 pm IST)