Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મનપામાં ડિસેમ્બરથી વહિવટદાર રાજ કે ઇતિહાસનું પુનઃરાવર્તન

કોરોના કાળને કારણે સામાન્ય ચૂંટણી ત્રણ મહીના પાછી ઠેલાઇ : ૧૯૮૬માં પાણીની કટોકટી વખતે વહીવટદાર મુકવાને બદલે ચાલુ બોડીની મુદ્દત વધારાયેલ : જો કે મુદ્દત વધારો કરવા માટે વિધાનસભામાં વિધેયક પસાર કરવું પડે

રાજકોટ તા. ૧૩ : મ.ન.પા.ની વર્તમાન બોડીની મુદ્દત ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઇ રહી છે અને સરકારે રાજ્યની મહાનગર પાલિકાઓમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી ત્યારે જ રાજ્ય ચૂંટણીપંચે કોરોના સંક્રમણને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના પાછી ઠેલવાનો નિર્ણય લેતા હવે રાજકોટ મ.ન.પા.માં વહિવટદાર રાજ આવશે કે પછી ૧૯૮૬માં જે પ્રકારે ચાલુ બોડીની મુદ્દત વધારાઇ હતી તે પ્રકારે મુદ્દત વધારવામાં આવશે તેવી અટકળો શરૂ થઇ છે.

મહાનગર પાલિકાની ચૂંટણી આગામી ડીસેમ્બર મહીનામાં યોજવી પડે તેમ હતી. કેમ કે વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત પુર્ણ થઇ રહી છે. પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનની માઠી અસર દેશનાં તમામ ક્ષેત્રોને પહોંચી છે ત્યારે આગામી ડીસેમ્બરમાં રાજય સરકાર દ્વારા રાજકોટ સહિત  મહાપાલિકાની ચૂંટણીનું આયોજન કરવું  મુશ્કેલ બન્યું છે. આ સંજોગોમાં ૩ મહિના પાછી ઠેલાઇ છે. રાજકોટ કોર્પોરેશનમાં  ૧૯૮૬ નાં ઇતિહાસનું પુનઃરાવર્તન થવાનાં નિર્દેશો મળી રહ્યા છે.

આ અંગે રાજકારણમાં સક્રિય અને મહાપાલિકાઓમાં  હોદો ધરાવતાં આગેવનોએ આપેલા દિશા નિર્દેશો મુજબ છેલ્લા ૭ મહીનાથી કોરોનાં સંક્રમણને રોકવા સરકારને પણ મોટુ આર્થિક નુકશાન થયુ છે. અને હજુ દેશમાં સંપૂર્ણ પણે સામાન્ય સ્થિતિ કયારે નિર્માણ થશે. તે બાબતે પણ અનિશ્ચીતતાઓ છે. ત્યારે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવા સામે રાજ્ય ચૂંટણીપંચે વાંધો ઉઠાવી ચૂંટણી ૩ મહિના પાછી ઠેલવી છે.

વહીવટદાર મુકવા મુશ્કેલ

નોંધનિય છે કે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારના મોટાભાગના અનુભવી - પીઢ આઇ.એ.એસ. અધિકારીઓને કોરોના સંદર્ભની મહત્વની ફરજો સુપ્રત કરાઇ છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદારો મુકવા લગભગ અશકય જેવું છે. આ સ્થિતિમાં વર્તમાન બોડીની મુદ્દત વધારવામાં આવે તેવી શકયતાઓ છે. જો કે આ માટે સરકારે વિધાનસભામાં ખાસ વિધેયક પસાર કરવો પડે.

આમ કોરોનાને કારણે મહાનગર પાલીકાની ચૂંટણીઓ પાછી ઠેલાઇ છે ત્યારે ૧૯૮૬ માં રાજકોટમાં દુષ્કાળ અને પાણીની જબ્બરી કટોકટી સર્જાઇ હતી. તેનાં કારણે તે વખતે મહાપાલિકાની ચૂંટણી પાછી ઠેલવવાની ફરજ સરકારને પડી હતી તે ઇતિહાસનું પુનઃરાવર્તન થશે ?

રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૦ વહિવટદારો મૂકાયા છે

રાજકોટ : મ.ન.પા.ની સામાન્ય ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાણી છે ત્યારે રાજકોટમાં વહીવટદાર મુકાશે કે મુદ્દત વધારો થશે ? તેવી અટકળો શરૂ થઇ છે. જો વહીવટદાર મુકાશે તો તે ૧૧માં વહીવટદાર હશે. અગાઉ ૧૯૭૪થી ૨૦૦૫ સુધીમાં કુલ ૧૦ વહિવટદારો રાજકોટમાં શાસન કરી ચૂકયા છે. જેની નામાવલી આ મુજબ છે.

એન.એમ.બ્રિજલાણી

તા. ૨૭-૨-૭૪

થી

તા. ૪-૩-૭૪

સી.સી.ડોકટર

તા. ૬-૯-૭૪

થી

તા. ૭-૫-૭૫

કે.ઓ. વરદન

તા. ૮-૫-૭૫

થી

તા. ૧૯-૭-૭૫

એન.એમ.બ્રિજલાણી

તા. ૨૦-૭-૭૫

થી

તા. ૨૪-૮-૭૫

સી.સમાજપતિ

તા. ૨૫-૮-૭૫

થી

તા. ૮-૧૧-૭૫

આર.રામભદ્રન

તા. ૧૮-૭-૮૦

થી

તા. ૬-૨-૮૧

અશોક કોશ

તા. ૧-૧૧-૯૩

થી

તા. ૨૮-૧-૯૫

અશોક નારાયણ

તા. ૨૯-૧-૯૫

થી

તા. ૩૦-૬-૯૫

પી.એન.રાયચૌધરી

તા. ૧-૭-૨૦૦૦

થી

તા.૧૫-૧૦-૨૦૦૦

જી.આર.અલોરીયા

તા. ૧૫-૧૦-૦૦

થી

તા. ૨૭-૧૨-૦૫

(3:41 pm IST)