Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પ્રહલાદ પ્લોટના જીજ્ઞેશભાઇ સોની પર નવાનાકે કાકા અને તેના પુત્રોનો હુમલો

તું કેમ પાવર કરે છે? કહી ઢીકા-પાટુ અને પથ્થરથી ઇજા કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૪: પ્રહલાદ પ્લોટ-૨૯માં રહેતાં અને સોની બજારમાં સોની કામ કરતાં જીજ્ઞેશભાઇ મનહરલાલ કલાડીયા (સોની) (ઉઉવ.૪૦) સાંજે સોની બજાર નવા નાકેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે તેના કાકા વિનુભાઇ કલાડીયા અને તેના બે પુત્રોએ અટકાવી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ પથ્થરમારો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

જીજ્ઞેશભાઇના સગા કલ્પેશભાઇના કહેવા મુજબ ત્રણેક વર્ષથી કાકા સાથે મનદુઃખ ચાલે છે અને એ કારણે બોલવાના વ્યવહાર નથી. આમ છતાં ગઇકાલે કાકા અને તેના પુત્રોએ જીજ્ઞેશભાઇને અટકાવી તું કેમ બહુ પાવર કરે છે? તેમ કહી જુના ઝઘડાનો ખાર રાખી મારકુટ કરી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:10 pm IST)