Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નાની-નાની સંભાળ આપણને કોરોનાથી બચાવશેઃ સ્વયં શિસ્તનું પાલન કરવું પડશેઃ નિરંજન શાહ

બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરીનો પ્રેરક સંદેશો : સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર જેવી બાબતોથી બેધ્યાન ન બનો

રાજકોટ તા. ૧૪ : સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવીડ - ૧૯ ના સંક્રમણના સમયમાં રાજકોટના લોકોને કોરોનાના ભયમાંથી બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતાં BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ કહે છે કે, કોરોનાથી આપણે ગભરાવાની જરૂર નથી. પરંતુ આપણે સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની - નાની સંભાળ રાખીશું તો તે સંભાળ જ આપણને કોરોનાથી બચાવશે.

કોરોનાને આપણે જો હરાવવો હશે તો લોકોએ સ્વયં શિસ્ત પાળવી પડશે. સરકારે કોરોના સંદર્ભમાં જે સૂચના આપી છે, તેનું આપણે પુરે પુરૂ પાલન કરીશું તો મને લાગે છે કે, આપણે બહું જલ્દી કોરોનાને મ્હાત આપી શકીશું.

આજના સમયમાં જો કોઈ પણ વ્યકિતને શરદી - ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો જરાપણ ગભરાયા વિના તુરંત જ ટેસ્ટ કરાવવો જોઈએ. આપણા સૌની કોરોના ટેસ્ટ માટેની જાગૃતિ સમાજ માટે ઉપકારક બની રહેશે. અને બહું ઝડપથી 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(1:37 pm IST)