Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નવરાત્રી નજીક આવતા ચુંદડી-હાર-તોરણની ખરીદીમાં વ્યસ્ત બનતા ભાવિકો

રાજકોટ : આદ્યશકિતને કાલાવાલા કરવાના દિવસો એટલે નવરાત્રી. ઘરે ઘરે  ઘટ સ્થાપન કરી નવ નવ દિવસ સુધી માતાજીના ગુણલા ગવાશે. આ માટે ચુંદડી, હાર, ધૂપ સહીતની સામગ્રીની ખરીદીમાં ભાવિકો અત્યારથી જ પરોવાય ગયા છે. કોરોના મહામારીની અસરના કારણે ભલે જાહેર ગરબાના આયોજનો ન થાય, પરંતુ ઘરે ઘરે તો સ્થાપન કરી શકિત વંદના કરાશે. ત્યારે ફુલના હાર અને અન્ય આર્ટીકલ તેમજ ચુંદડી, માટીના ગરબા વગેરેની ખરીદી થવા લાગી છે. ધીરે ધીરે બજાર ખીલી રહી હોવાનું ચુંદડી તોરણના વેપારી વંદન સીલેકશનવાળા નીકેશભાઇ સોલંકી અને પ્રસાદના વેપારી ભોલાભાઇ ઠાકર તથા નાળીયેરના વેપારી સંજયભાઇ સોલંકીએ જણાવેલ છે. (તસ્વીર-લેખન : વિનોદ પોપટ)

(2:47 pm IST)