Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પુનીત પાર્કમાં ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૭ ની ધરપકડ

રૂખડીયામાં ઘોડીપાસાનો જુગાર રમાડતા બે પકડાયા

રાજકોટ તા. ૧૪: શહેરના એંસી ફૂટ રોડ પર પુનીત પાર્કમાં એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત મહિલાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, હેડ કોન્સ. વિજયગીરી, અરજણભાઇ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર, હર્ષરાજસિંહ, કિશનભાઇ, મનિષભાઇ તથા રૂપેશભાઇ ઠુંમ્મર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએઇઆ એન. ડી. ડામોર અને કોન્સ. ભગીરથસિંહને મળેલી બાતમીના આધારે એંસી ફૂટ રોડ પુનીત પાર્ક શેરી નં. ૧ માં સીટી કોર્નર એપાટૃમેન્ટ ફલેટ નં. ૩૦૧ માં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક નિર્માબેન અનિલભાઇ વાદી, પુનીત પાર્કના કૃપાલીબેન મહેશભાઇ વાદી, મધુબેન ગોપાલભાઇ વેકરીયા, મીનાબેન પંકજભાઇ કાપડીયા, રેખાબેન દિનેશભાઇ ભાલોડીયા, વર્ષાબેન પ્રકાશભાઇ વઘાસીયા અને અસ્મીતાબેન અલ્પેશભાઇ પાનસુરીયાને પકડી લઇ રૂ. ૯૦૧૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી પોલીસે તમામ મહિલાઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર તથા અશોકભાઇ હુંબલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા તથા કોન્સ. અક્ષયભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે રૂખડીયાપરામાં નરસંગપરાના ખાડામાં પૂલના છેડે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા પ્રભાત મેણંદભાઇ ડાંગર (ઉ.વ. ૪૮) (રહે. માર્કેટીંગ યાર્ડ પાસે શ્રીરામ સોસાયટી-૧), દીપક મનુભાઇ નકુમ (ઉ.વ. પ૦) (રહે. લક્ષ્મીવાડી મીલપરા મેઇન રોડ શેરી નં. ૧૮) ને પકડી લીધા હતા.  જયારે ભગવતીપરાનો જુમા જીવાભાઇ ઠેબાપુત્રા અને ભીસ્તીવાડના એજાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણીની શોધખોળ હાથ ધરી છે.

(2:52 pm IST)