Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સહિત પ૭ ઝડપાયા

વધુ મુસાફરોને બેસાડી નીકળેલા રીક્ષા ચાલકો અને બાઇક ચાલકો પણ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ તા. ૧૪ :. શહેરના કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ તથા બે થી વધુ મુસાફરોને બેસાડીને નીકળેલા રીક્ષા ચાલકો તથા બાઇક ચાલક સહિત પ૭ લોકોને પકડી કાર્યવાહી કરી હતી. જેની વિગતો આ મુજબ છે.

એ. ડીવીઝન પોલીસે જયુબેલી ચોક પાસેથી રીક્ષા ચાલક અનવર હમીદભાઇ ગંગલાણી, માલવીયા ચોક પાસેથી રીક્ષા ચાલક જય પ્રદિપભાઇ ખખ્ખર, યાજ્ઞિક રોડ પરથી રીક્ષા ચાલક કાનજી લક્ષ્મણભાઇ અલગોતર, કોઠારીયા નાકા ચોક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા મુસર્રફ અશરફ મલીક, તથા બી. ડીવીઝનલ પોલીસે અલ્કાપાર્ક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા સાહીલ અવસરભાઇ અઘેરા, ગૌતમ પ્રવિણભાઇ સોલંકી, ગીરીરાજસિંહ બળદેવસિંહ જાડેજા, તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ રાજમોતી મીલ પાસેથી અશોક બાબુભાઇ ડાભી, દીપક ભીખુભાઇ જીંજુવાડીયા, તથા ભકિતનગર પોલીસે કેવડવાડી મેઇન રોડ પવનપુત્ર ચોક પાસે ઓમ ડીલકસ પાન નામની દુકાન ધરાવતા પ્રકાશ નગાભાઇ સોલંકી, ૮૦ ફુટ રોડ, રાધીકા રેસ્ટોરન્ટ પાસે ક્રિષ્ના ઓટો રાધીકા રેસ્ટોરન્ટ પાસે ક્રિષ્ના ઓટો સેલ્સ નામની દુકાન ધરાવતા ભરત જમનાદાસભાઇ બરોચીયા, ગાયત્રીનગર મેઇન રોડ શેરી નં. ૧/પ માં ગંગા સાગર પાન નામની દુકાન ધરાવતાં અમીત દેવશીભાઇ સલેટ, કોઠારીયા રોડ પરથી રીક્ષા ચાલક ભરત કાંતીભાઇ  અગ્રાવત, કોઠારીયા મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ પાસેથી પટેલ વસ્તુ ભંડાર નામની દુકાન ધરાવતા મુકેશ બાબુભાઇ અજાણી, કોઠારીયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક લાલજી શામજીભાઇ પરમાર, તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ પાસે મુના હીરાભાઇ શીયાળીયા, રઘુ હીરાભાઇ સભાડ, માલીયાસણ ગામમાંથી અનિલ અરજણભાઇ ચૌહાણ, શામજી તળશીભાઇ ડાભી, ગોપાલ છગનભાઇ ધરજીયા, શૈલેષ શામજીભાઇ ચાવડા, ગોપાલ શામજીભાઇ ચૌહાણ, અજીત આંબાભાઇ મકવાણા, કરણ મંગાભાઇ માંગુડા, વિપુલ સુખાભાઇ પરબતાણી, નવાગામ રંગીલા સોસાયટીમાંથી મહેશ બાબુભાઇ રાઠોડ, રવી બાબુભાઇ રાઠોડ, તથા આજી ડેમ પોલીસે આજી ડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક ચેતન પ્રવિણભાઇ ખખ્ખર, રીક્ષા ચાલક ભાવેશ બચુભાઇ પરમાર, ત્રંબા ગામમાં મોમાઇ ટી સ્ટોલ નામની લારી ધરાવતા ધીરૂ હદાભાઇ સરવૈયા, હરીપર ગામ જવાના રસ્તા પર સતાધાર પાન નામની દુકાન ધરાવતા લાલજી ઉર્ફે લાલો ચનાભાઇ ગમારા, તથા માલવીયાનગર પોલીસે કનુ નાનજીભાઇ ચાંગેલા, મવડી મેઇન રોડ, પર ફ્રુટની લારી ધરાવતા મોહસીન યુનુસભાઇ જેઠવા, મવડી ચોકડી પાસેથી ગાંધી સોડા નામની દુકાન ધરાવતા પંકજ દેવાભાઇ વાસણ તથા પ્ર.નગર પોલીસે રેલ્વે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક રફીક અબ્દુલભાઇ છછર, ભીલવાસ ચોક પાસેથી રીક્ષા ચાલક મોહસીન નાસીરભાઇ પરમાર, જીમખાના રોડ પર શકિત ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા જયેશ મોમભાઇ ગમારા, સદર બજાર નજીકથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા રમેશ પ્રેમજીભાઇ સોહલીયા, રીક્ષા ચાલક સલીમ અલીભાઇ કારવા, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ, પરથી રીક્ષા ચાલક ચંદ્રકાંતભાઇ તાનાજીભાઇ ચૌધરી, રૈયા રોડ પરથી રીક્ષા ચાલક ફીરોઝ હારૂનભાઇ ગેલડીયા, નાણાવટી ચોક પાસેથી યોગેશ રાજુભાઇ સોહલા, જામનગર રોડ પરથી રીક્ષા ચાલક સાગર કમલેશભાઇ પીઠડીયા, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી હૈદર અબ્દુલભાઇ બ્લોચ, તથા તાલુકા પોલીસે દોઢ સોફુટ રોડ પાટીદાર ચોક પાસેથી રીક્ષા ચાલક પ્રદીપ સામતભાઇ વરૂ, પાટીદાર ચોક પાસેથી રીક્ષા ચાલક સુરેશ જીવણભાઇ સિંધવ, વાવડી ચોક પાસેથી રીક્ષા ચાલક મેહુલ ચંદુગીરી મેઘનાથી, રીક્ષા ચાલક અજય મનસુખભાઇ પરમાર, બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા ગીરધર વિનુભાઇ દોમડીયા, વોઝેફા સેફુદીનભાઇ ભારમલ, હર્ષ રજનીશભાઇ પટેલ, રાજદીપ સોસાયટીમાં હોમ કોરોન્ટાઇન કરાયેલા ધવલ ધિરજભાઇ ઠાકર, તથા યુનિવર્સિટી પોલીસે ઘનશ્યામનગર શેરી નં. ૧ માં શાકભાજીનો થડો ધરાવતા પ્રવિણ ગોરધનભાઇ સોલંકી, યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે પ્રાઇડ ડીલસેયસ નામની દુકાન ધરાવતા રોહીત નલીનભાઇ કાનાણી, રૈયા રોડ પર વિક્રમ માર્બલ સામે પુજા ઇલેકટ્રોનીકસ નામની દુકાન ધરાવતા કલ્પેશ રાવતભાઇ સોનારા, ઘનશ્યામનગર મેઇન રોડ, ઉમીયા પાન નામની દુકાન ધરાવતા જયવીર તુલશીદાસભાઇ કકૈયા, સાધુ વાસવાણી રોડ, એકલવ્યનગર પાસેથી મનુ જાનીભાઇ બુકેશ, સાધુ વાસવાણી રોડ, પરથી રીક્ષા ચાલક કીશોર ભીખાભાઇ મારડીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)