Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સાંઢીયા પુલ ઉપર ઓવરટેક કરવાની મનાઈ, વાહનચાલકો કયારે સમજશે?

રાજકોટ : અહિંના જામનગર રોડ ઉપર આવેલ સાંઢીયા પુલ ઉપર દરરોજ હજારોની સંખ્યામાં નાના - મોટા વાહનો અવર - જવર કરતા હોય છે. આ પુલ ઉપર રોડની વચ્ચે પીળા કલરના બે પટ્ટા મારેલા છે. જે સુચવે છે કે ઓવરટેક કરવાની મનાઈ છે. એક તો સાંકડો પુલ અને વાહનોની સંખ્યા વધારે હોય અણસમજુ વાહનચાલકો પોતાનો તેમજ બીજા વાહનચાલકોના જીવ જોખમમાં મૂકી ઓવરટેક કરતા હોય છે. જેના કારણે કયારેક અકસ્માત પણ સર્જાતા હોય છે. કોઈકની ભૂલ અન્યને પણ સહન કરવી પડતી હોય છે. જેથી વાહનચાલકોએ જાતે જ સમજીને આ સાંઢીયા પુલ ઉપર ઓવરટેક ન કરે તે જ વાહનચાલકો માટે હિતાવહ છે. એક તરફ કોરોનાકાળ અને બીજી તરફ તંત્રની કડક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો દંડાઈ રહ્યા છે. ત્યારે સૌ વાહનચાલકોએ પોતાની ફરજ સમજી નિયમાનુસાર વાહન ચલાવવું હિતાવહભર્યુ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:53 pm IST)