Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ચુનારાવાડમાં મહિલાના મકાનમાંથી દારૂની ૬૦ બોટલ સાથે મહેશ ચુડાસમા પકડાયો

થોરાળા પોલીસે બુટલેગર ધર્મેશ ઉર્ફે બબલુને પણ દબોચ્યો

રાજકોટ તા.૧૪ : શહેરના ચુનારાવાડમાં થોરાળા પોલીસે બાતમીના આધારે મહિલાના મકાનમાં દરોડો પાડી દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધા બાદ બુટલેગરને પણ પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી તથા હેડ કોન્સ ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, શૈલેષભાઇ ભીંસડીયા,નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, વિજયભાઇ મેતા, કિરણભાઇ પરમાર, જયદીપભાઇ ધોળકીયા, યુવરાજસિંહ રાણા, અને રમેશભાઇ માલકીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ વિજયભાઇ મેતા, જયદીપભાઇ અને કિરણભાઇને મળેલી બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં.રમાં સમજુબેન રાઠોડના મકાનમાં દરોડો પાડી મકાનમાંથી રૂ.૩૦,૦૦૦ની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે મહેશ ઉર્ફે અલી મનસુખભાઇ ચુડાસમા (ઉ.રર) (રહે. રોહીદાસપરા શેરી નં.૬) ને પકડી લીધો હતો બાદ તેની પુછપરછ દરમ્યાન ધર્મેશ વાઘેલાનું નામ ખુલતા પોલીસે જંગલેશ્વર દોસ્તી ચોક પાસે મહામાગાંધી સોસાયટીમાં રહેતો ધર્મેશ ઉર્ફે બબલુ કનુભાઇ વાઘેલા (ઉ.ર૧) ને પકડી લઇ રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(2:54 pm IST)