Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નવગામના વેપારી દ્વારા બામણબોરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સામે ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૪: રાજકોટ નવાગામ વિસ્તારમાં સ્ટાર ટાયર્સના નામની ટાયર્સ વેચવાનો વ્યવસાય કરતા ફરીયાદી હમીરભાઇ પરીમલભાઇ ભટ્ટએ બામણબોર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ બાબુભાઇ આંબાભાઇ બાવળીયા સામે ચેક રીટર્ન થવા સબબ અદાલતમાં ફરીયાદ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી સ્ટાર ટાયર્સના નામે નવા ગામ મુકામે ટાયર્સ વેચવાનો વ્યવસાય કરતા હોય જેથી અવાર નવાર  આ કામના આરોપી ફરીયાદીને ત્યાં ટાયર્સ લેવા અવાર નવાર આવતા હોય જે અંગે ઓળખાણ થયેલ.ઓળખાણના સંબંધે ફરીયાદી પાસે આ કામના આરોપી રૂ. ૪૬,૦૦૦ના ટ્રકના ટાયર્સ ઉધારથી ખરીદ કરેલ જે રકમ થોડાક મહિનામાં ચુકવી આપીશ તેવો વાયદો, વચન વિશ્વાસ આપેલ અને ટાયર્સ ખરીદતી વખતે આરોપીએ પોતાની બેંકનો રૂ. ૪૬,૦૦૦ ચેક આપેલ

ચેક આપતી વખતે આરોપીએ વિશ્વાસ આપેલ કે તમોને આપેલ ચેક તમો બેંકમાં જમા કરશો એટલે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં જમા કરાવતા ચેક ફંડ ઇનસીફીસયન્સના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદીએ કાયદાના પ્રબંધ હેઠળ નોટીસ પાઠવેલ અને નોટીસનો કોઇ જવાબ ન આપતા અને લેણી રકમ ન આપતા અંતે કાયદાના પ્રબંધ હેઠળ નામ. અદાલતમાં ફરીયાદ દાખલ કરતા જે ફરીયાદ ધોરણસર કોર્ટે લઇ આરોપી સામે કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે ધારાશાસ્ત્રીશ્રી રોહિતભાઇ બી.ઘીઆ, ગોપાલ મકવાણા, આસીસ્ટન્ટ તરીકે હર્ષ ઘીઆ રોકાયેલ હતા.

(2:55 pm IST)