Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લાખોની છેતરપીંડીના ગુનામાં પકડાયેલ મહિલા આરોપીની જામીન અરજી નામંજુર

કેડીઆર એન્ટરપ્રાઇઝ અને સોસાયટીના નામે લોભામણી સ્કીમો દ્વારા

રાજકોટ તા. ૧૪: અત્રે કેડીઆર એન્ટરપ્રાઇઝ તથા કેડીઆર સોસાયટીના નામે ડેઇલી/માસીક/ફીકસ ડીપોઝીટની લોભામણી સ્કીમોથી કરોડો રૂપિયાની ઉચાપતના કેસમાં આરોપી ફરિશ્મા ઉર્ફે કરિશ્માબેન બુંબીયાની જામીન અરજી નામંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, તા. ૧૩/પ/ર૦૦૮ થી ૧૩/પ/ર૦ર૦ સુધીના બનાવની ફરિયાદી અસલમભાઇ અબ્દુલ ગફાર બાવાણીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી મહમદ એહમદ મહમદ ઇસ્માઇલ બુંબીયા તથા તેની પત્નિ ફરિશ્માબેન ઉર્ફે કરિશ્મા એહમદભાઇ બુંબીયા વિરૂધ્ધ તા. રર-૬-ર૦ના રોજ નોંધાવેલ હતી. જે ફરીયાદનાં કામે તપાસ કરનાર અમલદારે તપાસ દરમ્યાન બંને આરોપીઓ વિરૂધ્ધ જી.પી.આઇ.ડી.ની કલમનો પણ ઉમેરો કરી ૭૧ લાખ પ૪ હજારની છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ થયેલ હતી.

સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો અને તપાસ કરનાર અમલદારના પોલીસ પેપર્સ અને મુળ ફરીયાદ પક્ષે રજુ રાખેલ જામીન અરજી સામેનાં વાંધાઓને ધ્યાને લઇને મહિલા આરોપી ફરિશ્મા ઉર્ફે કરિશ્માબેન એહમદભાઇ બુંબીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામના મુળ ફરીયાદી તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, શ્રેયસ શુકલ, નીલ શુકલ, નૈમિષ જોષી, ચેતન પુરોહીત, કૃણાલ દવે, અનીતા રાજવંશી તથા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરા રોકાયા હતા.

(2:56 pm IST)