Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પંચાયતના સભ્યોને ગ્રાન્ટના કામો સૂચવવા અને ફેરફાર કરવા ડીસેમ્બર સુધી તક

સામાન્ય ચૂંટણી ૩ માસ પાછી ઠેલાતા અણધાર્યો લાભ : વધારાની ગ્રાન્ટ મળે તો વધુ લાભ મળશેઃ ચૂંટણી પ્રચાર માટે પૂરતો સમય

રાજકોટ તા.૧૪ : રાજય ચૂંટણી પંચે તાલુકા જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચુંટણી ૩ માસ મોકુફ રાખતા ગ્રાન્ટના ઉપયોગ બાબતે સભ્યોને વધારાનો સમય મળ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની ચુંટાયેલી પાંખની મુદત ર૧ ડીસેમ્બરે પુરી થાય છે. ત્યાં સુધીમા઼ સભ્યો પોતાની ગ્રાન્ટમાંથી કામો સુચવી શકશે અથવા ચૂંટાયેલા કામોના સ્થળ અને સ્વરૂપમાં  ફેરફાર કરાવી શકશે દર વખતે આચારસંહિતા અમલમાં આવતા સુધી જ આ તક મળતી હોય છે.

જિલ્લા પંચાયતના વિભાગ તમામ સભ્યોએ પોતાને અત્યાર સુધીમાં મળેલી ગ્રાન્ટના કામો સુચવી દીધા છે જો ચુંટણી સમયસર હોત તો આ મહિનામાં જ આચારસંહિતા લાગુ પડી જાત પણ હવે ચુંટણી ર૦ર૧માં યોજાવાનું નિશ્ચિત બનતા સભ્યોને આચાર સહિતના બંધન વગર મુદતના છેલ્લા દિવસ સુધી કામ કરવાની તક મળી છે. સભ્યોએ ગ્રાન્ટના કામો સુચવી દીધા હોય તો મંજુર થયા પહેલા તેમાં નિયમોને આધીન ઇચ્છીત ફેરફાર કરી શકશે ર૧ ડીસેમ્બર સુધી સમિતિઓની બેઠકો અને સામાન્ય સભા બોલાવી શકાશે ડીસેમ્બર સુધીમાં સરકારમંથી કોઇ નવી ગ્રાન્ટ આવે તો સભ્યોને તેનો લાભ મળી શકશે. ૩ મહિનાની મુદત નથી વધી પણ ચુંટણી પાછી ઠેલાઇ છે તે ૩ માસ મુદત પુરી થવાના સમયથી ગણાય છે. હાલની સ્થિતિ મુજબ પંચાયતની ચુંટણી માર્ચ ર૦ર૧ સુધીમાં કરવા પાત્ર છે.

(3:44 pm IST)