Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રેલનગર વિસ્તારમાં ડામર કામનો પ્રારંભઃ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના પ્રયત્નો સફળઃ ધારાસભ્ય રૈયાણીના હસ્તે ખાતમુર્હૂત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૩માં આવેલ રેલનગરના વિકસતા વિસ્તારો અને જુના રેલનગરમાં ગત વર્ષના એકશન પ્લાનમાં ગાયત્રીબા વાઘેલા દ્વારા સુચવવામાં આવેલ અંદાજીત રૂ.૧પ લાખના ખર્ચે ડામર કાર્પેટના કામો આજરોજ જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા સ્થાનીક ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા તેમજ અન્ય આગેવાનો અને સ્થાનીક લતાવાસીઓની ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ કરાયો હતો જેમાં મુરલીધર સોસાયટી, રેલનગર શેરી નં.૧૪, શ્રીનાથજી સોસાયટી, સુર્ય પાર્ક મેઇન રોડ સહીતના વિસ્તારોમાં કામગીરી શરૂ થતા લોકો દ્વારા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાનો આભાર માનવામાં આવ્યો હતો.

(3:47 pm IST)