Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોઠારીયા રોડ ગુજરી બજારમાં જગ્યા રોકાણ ત્રાટકયું: સામાન જપ્ત કરતાં ધંધાર્થીઓ કચેરી દોડી ગ્યાઃ ૪૬ની અટકાયત

રાજકોટ : શહેરનાં કોઠારીયા રોડ વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં લોકોની ભીડ એકત્રીત થતી હોવાની ફરીયાદો મળતાં મ્યુ. કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાએ આજે સવારે સ્થળ પર ત્રાટકી અને સ્થળ પરથી ફેરીયાઓનો માલ-સામાન જપ્ત કરી લેતાં તેની પાછળ ધંધાર્થીઓનું ટોળુ મ્યુ. કોર્પોરેશનની ઢેબર રોડ પર સ્થીત સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી જતાં વિજીલન્સ પોલીસે ટોળાને અટકાવી અને રોડ પર મોકલતાં ટોળાએ રોડ પર બેસી ચક્કા જામનો પ્રયાસ કરતાં એ. ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે ૪૬ જેટલાં ધંધાર્થીઓની, કલમ ૬૮, મુજબ અટકાયત કરી હતી. તસ્વીરમાં ચક્કાજામનો પ્રયાસ કરી રહેલા ગુજરી બજારનાં ધંધાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:03 pm IST)