Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોની છ મહિનાની ફી સંપૂર્ણ માફ કરવા NSUI નો ઘંટનાદઃ ઉગ્ર રજુઆતઃ અટકાયત

રાજકોટઃ શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોની છ મહિનાની ફી સંપૂર્ણ માફ કરવા આજે સવારે એમ.એસ.યુ.આઇ.નાં આગેવાનો-કાર્યકરોએ કલેકટર કાર્યકરોએ ઘંટનાદ સાથે કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી ત્યારે પોલીસે તમામ આગેવાનો કાર્યકરોની અટકાયતો કરી હતી તે વખતની તસ્વીરો. સવિનય સાથ જણાવવાનું કે, સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. છેલ્લા માર્ચ મહિનાથી સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નોકરી ધંધામાં ખુબજ નુકશાનીનો સામનો કરવો પડયો હતો. જેથી વાલીઓ અને એનએસયુઆઇની સ્પષ્ટ માંગણી હતી કે વાર્ષિક ફિમાં એક સત્રની સંપુર્ણ ફી માફી આપવી જોઇએ. પછી આ મામલાને હાઇકોર્ટમાં લઇ જવામાં આવ્યું અને હાઇકોર્ટ દ્વારા એ ચુકાદા આપવામાં આવ્યો કે સરકાર આ બાબતે સ્વતંત્ર છે અને આ બાબતે સરકારજ નિર્ણય કરે પણ સરકાર શાળા સંચાલક મંડળના હિતેચ્છુ હોય એ રીતે માત્ર રપ% માફીની જાહેરાત કરી આ જાહેરાતથી શાળા સંચાલકોને જ ફાયદો છે. વાલીઓ માટે આ વર્ષ ખુબજ અધુરૂ છે એટલે એનએસયુઆઇની પેલા પણ અત્યારે પણ એજ માંગ છે કે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોની વિદ્યાર્થીઓની છ મહિનાની સંપુર્ણ ફી માફ કરવી જોઇએ. આ કાર્યક્રમમાં સફળ બનાવવા રાજકોટ અને શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, દિગપાલસિંહ જાડેજા, માધવ આહિર, દર્શ બગડા, પાર્થ ગઢવી, મંથન રોલા, પુષ્પરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, અમન ગોહેલ, ભવ્ય પટેલ, હાર્દિક પટેલ વગેરે જોડાયા હતાં. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 pm IST)