Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોનાં મૃતકોનાં મરણ દાખલા કઢાવવામાં સગાવહાલાઓને ખુબ જ હેરાનગતીઃ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા.૧૪: મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે રાજકોટ શહેરમાં કોરોના મહામારી કોવીડ-૧૯ની સ્થિતિઓ પ્રવર્તી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ થયેલું હોય તેવી વ્યકિતનું મૃત્યુ થયું હોય ત્યારે તેના મરણના દાખલા કાઢવા માટે મૃતકના સગાવહાલાઓ અને સ્નેહીઓને મરણના દાખલા કઢાવવા માટે ખુબ જ હેરાન થવું પડે છે ત્યારે રાજય સરકાર દ્વારા ઓનલાઈન સુવિધાઓ આપવા અને સ્માર્ટસીટીમાં સ્માર્ટ કામગીરીની વાતો કરવાની વચ્ચે દાખલા કાઢવા માટે પ્રજાએ હેરાનગતિ અનુભવી છે.

ત્યારે વ્યાપક ફરિયાદો મળી હોવાને પગલે આજરોજ મનપાના વિરોધપક્ષનાનેતા વશરામભાઈ સાગઠીયાએ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રીને લેખિત રજૂઆત કરેલી છે જેમાં સવિશેષ જણાવ્યું છે કે મૃત્યુ થનારનું નામ કમી કરાવવા બેંક, પાસપોર્ટ ઓફીસ, વીમા પોલીસી, રાશનકાર્ડ, જમીનની વારસાઈ એન્ટ્રી, સહિતની સરકારી વિભાગોમાં આ દાખલાઓ જમા કરાવવાના હોય ત્યારે મૃતકના સગાવહાલાઓ અને પરિવારજનો હેરાનપરેશાન ન થાય અને ડેથ ઓડીટની પ્રક્રિયા સત્વરે થાય અને મૃતકના સ્વજનને ડેથ સર્ટીફીકેટ સત્વરે મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા વશરામભાઈ સાગઠીયાએ લોકહિતમાં રજૂઆત કરેલ છે.

(4:21 pm IST)