Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રાજકોટના રામનાથપરામાં પ્રજાપતિ યુવાન ભૌતિક ઉભડિયાનો ફાંસો ખાઈ આપઘાત: પૂર્વ પત્ની પ્રીતિ, તેના માવતર પક્ષ, વકીલ સહિત ૧૦નો ત્રાસ હોવાનો પાંચ પેજની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ: એ- ડિવિઝનના એએસઆઈ સામે પણ આક્ષેપો: ગુનો દાખલ

પાંચ મહિના પહેલા જ યુવાને લવમેરેજ કર્યા હતા: ત્રણ માસ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા

રાજકોટઃ રામનાથપરામાં રહેતા ભૌતિક મહેશભાઈ ઉભડિયા નામના ૨૩ વર્ષના યુવાને આપઘાત કરી લીધાન બનાવમાં ચોકવનારું કારણ બહાર આવ્યું છે. આ યુવાને પાંચેક મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં છૂટાછેડા લીધા હતાં. આ કારણે પૂર્વ પત્ની સહિતના ગાળો દઈ ધમકી આપી હેરાન કરતા હોવાથી તે મરી જવા મજબૂર થયાનું ખુલ્યું છે. તેણે પાંચ પેજની સુસાઇડ નોટ લખી છે. જેમાં ચોંકાવનારા આક્ષેપો છે.

    આ બનાવમાં એ ડિવિઝન પોલીસે આપઘાત કરનાર ભૌતિકના પિતા મહેશભાઈ ભગવાનભાઈ ઉભડિયા પ્રજાપતિ (ઉ.વ. ૫૦-રહે. રામનાથપરા ૧૫, નકલંક સ્વીટ માર્ટ)ની ફરિયાદ પરથી ભૌતિકની  પૂર્વ પત્ની પ્રીતિ, પ્રીતિના મમ્મી, પ્રીતિના પપ્પા, કેવિન પીપરવા, રાહુલ ખુમાન, પ્રશાંત લોખીલ, હાર્દિક ડાંગર, દેવાંગ હરિયાણી, એડવોકેટ દેવમુરારી અને આર. આર. સોલંકી તથા તપાસમાં ખુલે તેની સામે આઈપીસી ૪૦૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ બધાએ એકસંપ કરી ફરિયાદીના દિકરા ભૌતિકને મરી જવું પડે તેવા સંજોગો ઉભા કર્યાનો ગુનો નોંધ્યો છે.

ફરીયાદમાં આરોપ મૂકાયો છે કે ફરીયાદીના દિકરા મૃત્યુ પામનાર ભૌતીક ઉભડીયાએ આરોપી નં-(૧) પ્રીતિ સાથે સાથે પાંચેક માસ પહેલા પ્રેમલગ્ન કરેલ અને બાદમા ત્રણેક માસ પહેલા છૂટાછેડા લીધેલ હતા. બાદમાં આ અંગે આરોપી નં-(૧) થી (૧૦) દ્વારા ભૌતિકને ગાળો આપી તેમજ સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ભૌતિકને મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરી મરવા માટે પ્રેરીત કરી ત્રાસ આપતા ભૌતિકે ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

   એફઆઇઆરમાં ફરિયાદીએ જણાવ્યું છે કે મારૂ નામ મહેશભાઇ ભગવાનજીભાઈ ઉભડીયા-પ્રજાપતી (ઉ.વ. ૫૦ ધંધો મજુરી રહે, રામનાથપરા શેરી નં ૧૫, "“નકલંક સ્વીટ મા” નામની દુકાનમાં) છે. હું નકલંક સ્વીટ નામની દુકાન ધરાવું છું ત્યાં ટિફિન પાર્સલ એટલે કે જમવાનું બનાવવા અંગેનું કામ કરૂ છું, તેમજ મારી દુકાનની ઉપરના ભાગે જ મારા પરિવાર સાથે રહું છું. મારે સંતાનમાં એક દિકરી તેમજ એક દિકરો છે જેમાં મોટો દિકરો ભૌતિક ઉ.વ. ૨૩ વર્ષનો છે જેણે આશરે પાંચેક મહિના પહેલા પ્રીતિ નામની છોકરી સાથે પ્રેમ-લગ્ન કરેલ હતા અને બાદમાં બે મહિનાના સમયગાળામાં જ બન્ને પતી-પત્નિ વચ્ચે મતભેદ થતા આશરે ત્રણ મહિના પહેલા બન્નેના છૂટાછેડા પણ થઇ ગયેલ હતા. તેનાથી નાની દિકરી રાજેશ્રી ઉ.વ.૨૨ છે. જે ઘરકામ તેમજ અમારી સાથે ટિફિન અંગેનું કામ કરે છે,

ગઇ કાલ તા.૧૨/૧૦/૨૦૨૧ ના રોજ નવરાત્રી તહેવારના કારણે ગરબી રમતી બાળાઓને જમાડવા અંગેનો ઓર્ડર હોઇ આથી હું તેમજ મારા પત્નિ પારૂલબેન તેમજ મારી દિકરી રાજેશ્રી ત્રણેય જણા અમારા ઘરે રસોઇ બનાવીને આશરે સવા દસેક વાગ્યાની આસપાસ ભક્તિનગર પોલીસ લાઇનમાં બાળાઓને જમાડવા માટે ગયેલ હતા ત્યારે મારો દિકરો મો તિક એકલો જ ઘરે હતો. ત્યારબાદ રાત્રીના સવા અગીયારેક વાગ્યાની આસપાસ અમો ભક્તિનગર પોલીસ લાઇનમાં બા ભાઓને જમાડીને પરત ઘરે આવેલ હતા ત્યારે મારી દિકરી રાજેશ્રીએ ગરૂડ ચોકમાં ગરબી જોવા જવા માટેનું કહેલ જેથી મારી પત્નિ પારૂલબેન અને મારી દિકરી રાજેથી બન્ને ગરૂડ ગરબી ચોકમાં ગરબી જોવા માટે ગયેલ હતા અને હું મારૂ સ્કુટર પાર્ક કરીને મારા ઘરનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલ્લો હોય આથી સ્કુટરમાંથી સામાન ઉતારીને નીચે રાખેલ અને ભાદમા દરવાજો ખુલ્લો હોય આથી હું ઉપરના ભાગે ગયેલ પરંતુ મારો દિકરો ભૌતિક ઘરમાં હાજર છે કે કેમ ? તે અંગે તપાસ કરવા મારા ઘરમાં જોયેલ હતું પરંતુ તે દેખાયેલ નહી. આથી હું અમારા ઘરના ઉપરના ભાગે ગયેલ ત્યારે છાપરા વાળી રૂમ આવેલ છે તે રૂમમાં જતા મારો દિકરો ભૌતિક છાપરાવાળી રૂમમાં લોખંડની એન્ગલ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો આથી મેં તુંરત મારી દિકરી તેમજ મારી પત્નિ પારૂલબેનને ફોન કરીને ઘર બોલાવેલ આથી તેઓ બન્ને આવી જતા મેં તેમજ મારી પત્નિ પારૂલબેને મારા દીકરાએ જે દુપટ્ટા વડે ગળેફાસો ખાધેલ હતો તે દુપટાને ઉપરના ભાગેથી છરી વડે કાપીને મારા દિકરા ભૌતિકને નીચે ઉતારેલ હતો. દેકારો થવાના કારણે અમારી આજુ બાજુમાં રહેતા માણસો ભેગા થઇ ગયેલ હતા. તેમાંથી કોઇએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરતા આ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગયેલ હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સના ડોકટર સાહેબે જોઇ તપાસી મારા દિકરા ભૌતિકને મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. ૧૦૮ એમ્બ્યુલન્સના ડોકટરએ પોલીસમાં ફોન કરેલ હોઇ જેથી પોલીસ પણ આવી ગયેલ હતી.

 પોલીસ દ્વારા તપાસ કરતા રૂમમાંથી નોટબુકમાંથી ફાડીને નોખા કરેલ અલગ અલગ કુલ-૫ પાનામાં કાળી શાહી વાળી પેનથી સ્યુસાઈડ નોટ લખેલ હતી તેમજ અન્ય એક ડાયરીના બે લીટી આંકલા કાગળમાં પણ બ્લુ શાહી વાળી પેનથી સ્યુસાઇડ નોટ લખેલ હોય જેમાં પ્રથમ "સુસાઇડ નોટ" લખેલ છે અને બાદમા" હું પ્રિતી અને તેમના ફેમેલીના કારણે સુસાઇડ કરું છું. હું ખુદ ભૌતિક જ છું અને આ સુસાઇડ નોટ મેં ખુદએ જ લખી છે. પ્રિતીના મમ્મી-પપ્પા પ્રિતી, કેવીન પીપ રવા, રાહુલ ખુમાન, પ્રશાંત લોખીલ, એડવોકેટ દેવમુરારી, તથા A Divisionના  R.R. સોલંકી A.S.I. બીજા અન્ય 7-8 વ્યક્તિના કારણે હું સુસાઇડ કરૂ છે. તે લોકો મને અને મારા કુટુંબને અવારનવાર ધાકધમકી આપે છે તે કહે છે કે તને અને તારા કુટુંબને મારી નાખશું મને મજબુર કરે છે મરવા, અને પ્રિતી પણ મને મારી નાખવાની ધમકી આપે છે તથા પ્રિતીના પપ્પા પોલીસ સ્ટેશનમાં પણ મનફાવે એવું બોલતા હતા અને મને મારી નાખવાનું કહેતા હતા. પોલીસ પાસે ગયો હતો હું તો ત્યાંથી પણ મને માર મારી કાઢી મુકેલો હતો અંતે કંટાળીને હું આ પગલું ભરવા મજબૂર થ ઇ ગયો છું. મારી આ બધાને સજા આપો ને એવી મારી માંગ છે અને મને મારો ન્યાય મેળવવા માટે હું અંતે કંટાળી આ પગલું ભરું છું.-ભૌતિક ઉભડીયા" લખાણ લખેલ છે.

 તેમજ નોટબુક માંથી ફાડીને નોખા કરેલ અલગ અલગ કુલ-૫ પાનામાં કાળી શાહી વાળી પેનથી સ્યુસાઈડ નોટ લખેલ હતી જે વંચાણે લેતા ઉપરોક્ત સુસાઇડ નોટને લગતી મળતી લખેલ છે તેમા પણ પ્રિતી અને તેમના મમ્મી પપ્પા તેમજ તેમના સાહેબ વકીલ દેવમુરારી, કેવિન પિપરવા, પ્રશાંત લોખિલ, હાર્દિક ડાંગર, રાહુલ કાઠી, દેવાંગ હરીયાણી, અને તેમની ગેંગના બીજા ૭/૮ માણસોના કારણે હું સુસાઇડ કરૂ છું. તેમજ છેલ્લા પાના ઉપર નીચે લખેલ છે કે, હું પ્રિતી અને તેમના મમ્મી પપ્પા, પપ્પા તેમની પુરી ગેંગના કારણે ડરીને સાઇડ કરૂ છે

ફરિયાદીએ છેલ્લે જણાવ્યું છે કે મારા દિકરા ભૌતિક મહેશભાઇ ઉભડીયાને ઉપરોક્ત પ્રિતી તેમજ પ્રિતીના મમ્મી-પપ્પા તથા કેવીન પીપરવા, રાહુલ ખુમાન (કાઠી), પ્રાંત લોખીલ, એડવોકેટ દેવમુરારી, હાર્દિક ડાંગર, દેવાંગ હરીયાણી, એ ડિવીજન પોલીસ સ્ટેશનના ઇનવે એ.એસ.આઇ. આર.આર.સોલંકી અને બીજા સાત થી આઠ માણસોએ મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરતા તે મરી જવા મજબુર થયો છે.

વકીલ, એએસઆઈ સહિતની સામે આક્ષેપો હોઈ પીઆઇ સી.જી. જોશી અને ટીમે ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

(9:32 pm IST)