Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં આરટીઓ દ્વારા ટ્રાફીક અવેરનેસ

રાજકોટ : વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયમાં આર.ટી.ઓ. દ્વારા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ઓડીયો વિડીયોના માધ્યમથી વાહન કેમ ચલાવવું, ટ્રાફીક અને માર્ગ સલામતી બાબતે શું ધ્યાન રાખવું ? તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. આ કાર્યક્રમમાં એકસપર્ટ રોડ સેફટી ઓથોરીટી મેમ્બર જે. વી. શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાયૃક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો પારસભાઇ પાનસુરીયા, ભરતભાઇ ખંભાયતા, દિપેશભાઇ જોષીએ જહેમત ઉઠાવી હતી. તેમ શાળાના આચાર્યશ્રી વર્ષાબેન ડવની યાદીમાં જણાવાયુ છે.

(3:05 pm IST)