Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

'યુનિટિ ઓફ લોયર્સ' દ્વારા વકીલ ભાઇ-બહેનો માટે શરદ પૂનમે રાસગરબા-સંગીત સંધ્યાનું આયોજન

રાજકોટ, તા. ૧૪ :  યુનિટ ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગૃપ દ્વારા તા. ર૦-૧૦-ર૦ર૧ ને શરદ પૂનમનાં રોજ રાજકોટ બારમાં પ્રેકિટસ કરતા તમામ વકીલ ભાઇઓ તથા બહેનો માટે સિવિલ કોર્ટ કમ્પાઉન્ડ, મોચી બજાર રાજકોટ મુકામે સંગીત સંધ્યા તેમજ સ્નેહ-ભોજનનાં ભવ્યાતિ-ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેથી આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વકીલ ભાઇઓ તથા બહેનોએ નીચે જણાવેલ યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગૃપના કમિટી મેમ્બર્સ સમક્ષ રજીસ્ટ્રેશન કરાવી એન્ટ્રી પાસ મેળવી લેવા વિનંતી છે. આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન તા. ૧૮-૧૦-ર૦ર૧ સુધી જ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

આ કાર્યક્રમાં જોડાવા ઇચ્છુક વકીલ ભાઇઓ તથા બહેનોને નીચે જણાવેલ વ્યકિતઓ સમક્ષ નામ નોંધાવી, એન્ટ્રી પાસ મેળવી લેવાની રહેશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક વકીલ ભાઇઓ તથા બહેનોએ નામ નોંધાવવા, રજીસ્ટ્રેશન કરાવવા તથા એન્ટ્રીપાસ મેળવવા માટે નીચે જણાવેલ કમિટી મેમ્બર્સનો સંપર્ક કરવાનો રહેશે.

(૧) તુષાર બસલાણી મો. ૯૮ર૪ર૯૬૬૯૦ (ર) ભરત હીરાણી મો.૯૪ર૭ર ૩૬૮૧પ (૩)  ધીમંત જોશી મો. ૯૩૭૪૧ ૧૦૦૪૮ (૪) શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ મો. ૯૪ર૬ર પ૮પર૬ (પ) રાજકુમાર હેરમા મો. ૯૮ર૪૪ પ૦૧૪૭ (૬) એલ. જે. રાઠોડ મો.૯૮રપ૯ ૮૯૭ર૭ (૭) શ્રી દિવ્યેશ મહેતા મો. ૯૮રપ૪ ૩૪૭૪૯ (૮) અશ્વિન ગોસાઇ મો. ૯૮રપર ૬૯૪૪૪ (૯) ડી.બી. બગડા (૧૦) હિતેન્દ્રસિંહ જાડેજા મો. ૮૭પ૮૯ ૭૭૩૮૯, (૧૧) કમલેશ રાવલ મો. ૯૮ર૪ર ૭૬૬૦પ (૧ર) અશ્વિન મહાલિયા મો. ૯૯૭૯૬ ૦૦૭૮૭.

આ કાર્યક્રમના સફળ અને સુંદર આયોજન માટે રાજકોટનાં તમામ સિનિયર અને જુનિયર વકીલશ્રીઓનો સારો પ્રતિસાદ અને સહકાર મળી રહ્યો છે તેમજ તમામ સિનિયર-જુનિયર વકીલશ્રીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ના ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને કાર્યક્રમની શોભા વધારવા માટે યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) તરફથી ભાવભર્યુ આમંત્રણ છે. માટે સર્વે પત્રકાર ભાઇઓ અમારા આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારશો.

(3:06 pm IST)