Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પોલીસ હેડ કવાર્ટરમાં બે કાર સળગી

શોર્ટસર્કિટના કારણે એક કારમાં આગ લાગતા બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ સળગી

રાજકોટ : રેસકોર્ષ પોલીસ હેડ કવાર્ટરમાં આવેલા નવા ત્રણ માળીયા કવાર્ટર પાસે પાર્ક કરેલી બે આઇ-૨૦ કારમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ જીજે.૫ સીઇ૩૮૪૭ નંબરની આઇ-૨૦માં લાગતા તેની બાજુમાં પાર્ક કરેલી જીજે૩એચઆર૪૪૪૪ નંબરની આઇ-૨૦ કારમાં પણ આગ લાગી હતી. જેમાં જીજે૫સીઇ૩૮૪૭ નંબરની આઇ-૨૦ કાર સંપૂર્ણ બળી ગઇ હતી.જ્યારે બાજુમાં પાર્ક કરેલી કારમાં આગળ બોનેટ અને એન્જીન અને અંદર ચારેય સીટ બળી ગયા હતા. બનાવ બનતા કાર માલીક સિરાઝભાઇ બાંભણીયા તથા મહંમદભાઇ ચૌહાણ પણ દોડી આવ્યા હતા. કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બંને કારમાં આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:11 pm IST)