Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

અપહરણ-જાતિય ગુન્હામાં આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૧૪ : અત્રે અપહરણ તથા જાતીય ગુન્હામાં આરોપીના જામીન મંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

અત્રે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ -૩૬૩, ૩૬૬ તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ કલમ -૮ તથા ૧૭ વિગેરે મુજબના ગુન્હા સબબ જયુડીશીયલ કસ્ટડીમાં હોય તેઓએ જામીન ઉપર મુકત થવા માટે તેમના વકીલશ્રી મારફત હાલની અરજી દાખલ કરેલ હતી.

આ કેસની વિગત એવી હતી કે આ કામના આરોપી રાહુલ મનુભાઇ મકવાણાને પ્રેમ સંબંધના લીધે ભોગ બનનારની અપહરણ કરી ગોધી રાખેલ હતી. જેમાં આ કામના અરજદાર રવિ ધનાભાઇ મકવાણાએ મદદગારી કરેલ હતી અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા તા. ૮/૯/૨૦૨૧ના રોજ ધરપકડ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલેલ.

ત્યારબાદ આ કામના આરોપી રવિભાઇ ધનાભાઇ મકવાણાના વકીલશ્રી દ્વારા જામીન અરજી ગુજારેલ જેમાં વકીલશ્રી મેઘરાજસિંહ એમ.ચુડાસમા તથા કિર્તીરાજસિંહ એચ.ઝાલાએ દલીલ કરેલ હતી. જેને ધ્યાને લઇને સેસન્સ કોર્ટ જામીન અરજી મંજૂર કરી હતી.

(3:19 pm IST)