Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જામનગર પાસે વાડી વિસ્તારમાં હથિયાર વડે હૂમલો કરી લૂંટના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ તા. ૧૪ :.. જામનગરના ખોજાબેરાજા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રીના અરસામાં લાકડીના ધોકાથી ફરીયાદીને માર મારી સોનાના દાગીના, મોબાઇલ, ગાડીના લૂંટના મધ્ય પ્રદેશના ચારેય આરોપીઓને જામીન પર મુકત કરવા કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની બનાવની હકિતત એવી છે કે સન ર૦ર૧ માં રાત્રીના સમયે ફરીયાદી રામભાઇ વિક્રમભાઇ ઓડેદરા તેની વાડીએ આવેલ મકાને તેના પરિવાર સાથે હતા ત્યારે રાત્રીના આશરે દોઢેક વાગ્યાની આસપાસ તેની વાડીમાં જ કામ કરતા મધ્ય પ્રદેશના રહેવાસી જ્ઞાનસિંગ બનેસિંગ દેવકા તથા તેના સાગ્રીતો ફરીયાદીના ઘરની તમામ માહિતી હોય જેથી ચારેય આરોપીએ પ્રથમ જામનગર સાત રસ્તા નજીક ભેગા મળી ધાડ કરવાનો પ્લાન કરેલ હતો રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બધા ભેગા મળી મોઢે રૂમાલ બાંધીને ફરીયાદી તથા ફરીયાદીના પિતા વિક્રમભાઇ જીવાભાઇ ઓડેદરા તથા નિરૂબેન ઓડેદરાને ધોકા વડે માર મારી કબાટમાં રાખેલ રોકડ રૂપિયા દોઢ લાખ તથા સોનાના દાગીના જેમાં આશરે ત્રણ ચેઇન, એક પેંડલ સેટ, એક મંગળસુત્ર, એક હાથનો પંજો જે મળી કુલ ર૦ તોલા જેટલુ સોનુ તથા બે આઇફોન મોબાઇલ અને એક આઇ-ર૦ ગાડી કુલ મળી ૮,૬ર,૦૦૦ નો માલ લઇ નાસી જઇ ચારેય આરોપીએ સરખે ભાગે વહેંચી પોતાના વતન ટાઢા (મધ્ય પ્રદેશ) ગામે મોકલી દીધેલ હતો.

આ કામે આરોપી (૧) જ્ઞાનસિંગ બનસિંગ સુરબાન, (ર) કેરમસિંગ કેલસિંગ અલાવા, (૩) ભીલુ ઉર્ફે બિલ્લુ પ્યાલસિંગ બધેલ,  (૪) ક્રિષ્ના ઉર્ફે પપ્પુ માંગીલાલ ડાવર વિરૂધ્ધ જામનગર પંચકોસી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી. કલમ ૩૯૭, ૩૯પ, પ૦૬ (ર) ૩૪ર, ૩૪૭ મુજબનો ગુનો નોંધી આરોપીઓની તા. ર૧-૬-ર૧ ના રોજ ધરપકડ કરવામાં આવેલી હતી.

જેથી જામીન અરજી કરતાં કોર્ટે રૂ. પ૦ હજારનાં જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ કુંડલીયા રોકાયા હતાં.

(3:58 pm IST)