Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વિમલનગર શેરી નં.૧માં રાસ-ગરબાની રમઝટઃ આજે રાત્રે લ્હાણી વિતરણ

રાજકોટઃ કાલાવડ રોડ ઉપર આવેલ વિમલનગર શેરી નં.૧માં નવલા નોરતાની ઉજવણી થઇ રહી છે. નવદુર્ગા ગરબી મંડળમાં ત્રણ ગ્રુપમાં બાળાએ રાસ-ગરબાના સથવારે માતાજીની આરાધના કરે છે. દરરોજ રાત્રીના ૯ વાગ્યે માતાજીની આરતી સાથે નવલા નોરતાનો પ્રારંભ થાય છે. અને રાસ-ગરબામાં વિમલનગર સોસાયટીની જુદી-જુદી શેરીઓની બાળાઓ રાસે રમે છે. આજે રાત્રીના બાળાઓને નવદુર્ગા ગરબી મંડળ દ્વારા લ્હાણીનું વિતરણ કરવામાં આવશે. છેલ્લા આઠ દિવસથી દરરોજ બાળાઓના પરિવારજનો તથા લતાવાસીઓ દ્વારા દરરોજ બાળાઓને લ્હાણી તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. માતાજીની આરાધના માટે રાસના ક્રમની માહિતી નવદુર્ગા ગરબી મંડળના પ્રજ્ઞાચક્ષુ વડિલ દ્વારા રસપ્રદ શૈલીમાં આપવામાં આવે છે. ગઇકાલે આઠમાં નોરતે ભુવા રાસ રજુ કરવામાં આવ્યો હતો. તસ્વીરમાં રાસ રમતી બાળાઓ નજરે પડે છે.

(3:58 pm IST)