Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આંબેડકરનગરમાં સંગીતાબેનને ગમતી નથી કહી દિયરો, સાસુ સહિતે માર માર્યો

ભાઇના ઘરે પુત્રનો જન્મ થતાં પેંડા દેવા ગયો એ સાસરિયાને ન ગમ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૪: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં સંગીતાબેન અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.૨૮)ને દિયરો જગદીશ અરજણાઇ મકવાણા, ગણેશ અરજણભાઇ અને શાંતુબેને ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. સંગીતાબેને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે તેના લગ્ના ચાર વર્ષ પહેલા થયા છે. માવતર પણ આંબેડકરનગરમાં રહે છે. પોતાને સતત નાની નાની વાતે મેણાટોણા મારી ત્રાસ અપાતો હોઇ પોતે માવતરે રિસામણે રહ્યા હતાં. સમાધાન બાદ હાલમાં સાસરિયે રહે છે.

વધુમાં તેણીએ જણાવ્યું હતું કે મારા ભાઇ જીજ્ઞેશ મુકેશભાઇ રાઠોડને ત્યાં દિકરાનો જન્મ થયો હોઇ તે મારા ઘરે પેંડા દેવા આવતાં દિયરો, સાસુ સહિતે તારે અમારી ઘરે આવવું જ નહિ તેમ કહી માથાકુટ કરતાં પોતે વચ્ચે પડતાં મારકુટ કરવામાં આવી હતી. માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણાએ સંગીતાબેનની ફરિયાદ પરથી તેના સાસુ, બે દિયર અને દેરાણી સુમિતાબેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:24 pm IST)