Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કોઠારીયા વિસ્તારમાં નંદા હોલ ચોક ઝળહળતો થયો : લોકાપર્ણ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અને ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામી દ્વારા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેકવિધ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવેલ છે ત્યારે વોર્ડમાં છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે વોર્ડમાં આવલ નંદા હોલ ચોક અને પારડી માર્ગ પર આવેલ બાબરીયા ચોક ખાતે ચોક ખાતે મીની હાઇમાસ્ક લાઇટનું લોકાપર્ણ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જીજ્ઞેશ જોષી, જયંતીભાઇ નોંધણવદરા, યોગેશ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, ગૌતમ ગોસ્વામી, રાજુભાઇ ફળદુ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને આ ઉમદા કામગીરીને બીરદાવી અભિનંદન પાઠવ્યા હતાં અને દીવાળીના આ પ્રકાશના પર્વમાં રોડ-રસ્તા ઝગમગતા કર્યા હતાં.

(2:35 pm IST)