Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

નવાગામમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

બહાદુર જળુ, દિલીપ ઝાલા અને ગોવિંદ ઢોલરીયાની ધરપકડ

રાજકોટ તા. ૧૪ : શહેરના નવાગામમાં બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નવાગામમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા તથા સંજયભાઇ સહિતે નવાગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવાગામ શકિત સોસાયટીના બહાદુર પ્રભાતભાઇ જળુ (ઉ.૩૨), નવાગામ આણંદપરના દિલીપ તેજુભા ઝાલા (ઉ.૩૪), નવાગામ છપ્પનીયા કવાર્ટરના ગોવિંદ દેવરાજભાઇ ઢોલરીયા (ઉ.વ.૬૫)ને પકડી લઇ રૂ. ૧૦,૨૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(2:38 pm IST)